હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરાવનાર મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:29:48

સામાન્ય રીતે આપણા દેશમાં અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશમાં પહેલીવાર હિંદી ભાષામાં MBBSનો અભ્યાસ કરી શકાશે. મધ્યપ્રદેશ સરકારે આ નવી પહેલ કરી છે. હિંદીમાં અભ્યાસ થતો હોવાથી MBBSના પુસ્તકોને પણ હિંદીમાં તૈયાર કરાયા છે.  ત્રણ પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત હિન્દીમેં જ્ઞાન કા પ્રકાશ કાર્યક્રમ દરમિયાન MBBS પ્રથમ વર્ષના ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

 

આજે દેશમાં નવી શરૂઆત થઈ છે - અમિત શાહ

આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઘણો મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સંકલ્પ પત્રની વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે.

  

અંગ્રેજોએ આપણને અંગ્રેજીના ગુલામ બનાવી નાખ્યા - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. તબીબી શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી હિંદી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી. અંગ્રેજી ભાષા સપના પૂરા કરવામાં સૌથી મોટી બાધા બની જાય છે પરંતુ હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકશે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં હિંદી ભાષાને આગળ વધવા નથી દીધી.

                   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે