Madhya Pradesh Congressએ લગાવ્યો પોસ્ટલ બેલેટ ખોલવાનો આરોપ! આના પર અધિકારીએ શું આપી પ્રતિક્રિયા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-28 11:36:45

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે એક રાજ્ય માટે વિધાનસભા ચૂંટણી થવાની બાકી છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મધ્યપ્રદેશથી એક વીડિયો સામે આવ્યો જેની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ખતમ થઈ બાદ બેલેટ પેપરની ગણતરીને લઈ વિવાદ છેડાયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના બાલાઘાટ જિલ્લાની પોસ્ટલ બેલેટ મતગણતરી પહેલા ખોલવામાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારી પર ગોટાળાનો આરોપ લગાવ્યો હતો પરંતુ હવે આ મામલે તેમણે સ્પષ્ટતા આપી છે કે તેમને કન્ફ્યુશન થઈ ગયું હતું. આ મામલો સામે આવતા ચૂંટણી અધિકારીએ ખુલાસો આપ્યો છે જેને લઈ વિવાદ શાંત થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.

મધ્યપ્રદેશ ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર!

3જી ડિસેમ્બરે પાંચ રાજ્યોમાં થયેલા મતદાનના પરિણામ આવવાના છે. બધાની નજર પરિણામ પર છે. આ બધા વચ્ચે મધ્યપ્રદેશથી એક વીડિયો સામે આવ્યો જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ એમપી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ બાલાઘાટ જિલ્લાના કલેક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તપાસ કરવાની માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે કોંગ્રેસે મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારીને પત્ર લખી રજૂઆત કરી હતી. એ પત્રમાં કોંગ્રેસે તેના પત્રમાં છેતરપિંડી અને સ્ટ્રોંગ રૂમમાંથી પોસ્ટલ બેલેટ લેવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલો સામે આવ્યા હતા ચૂંટણી અધિકારીએ ખુલાસો આપ્યો છે. અને કોંગ્રેસે પીછેહઠ કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે.

જે અધિકારી પર આરોપ લાગ્યા તેમણે શું આપી પ્રતિક્રિયા? 

વાત એમ હતી કે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજીવ સિંહ સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી કાર્યાલય પર પહોંચ્યું હતું અને પોસ્ટલ વોટિંગમાં ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસની માંગ છે કે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ગિરીશ મિશ્રા અને સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ મામલે  જિલ્લા ચૂંટણી અધિકારી ગિરીશ મિશ્રાએ જાણકારી આપી છે. ગિરિશ મિશ્રાએ કહ્યું કે પોસ્ટલ બૈલેટના મતોની ગણતરી નથી કરવામાં આવી રહી. આ મામલે પ્રતિક્રિયા આપતો એક વીડિયો સામે આવ્યો છે. 


3જી ડિસેમ્બરે આવશે મતદાનનું પરિણામ  

મહત્વનું છે કે વીડિયો સામે આવતા આખી ઘટના શું હતી તેની જાણકારી મળી ગઈ. પ્રતિક્રિયા સામે આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ તરફથી એક ટ્વિટ કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ બધી વાતો કન્ફ્યુઝનને કારણે થઈ છે. કલેક્ટર અને એસડીએમ સાથે વાત કર્યા બાદ આ કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે.  મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 17 નવેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. 3જી ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવવાનું છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે