Gyansahayakના વિરોધમાં Gandhinagar ખાતે યોજાયું મહા સંમેલન, TET-TAT ઉમેદવારો ઉપરાંત Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા!


  • Published By :
  • Published Date : 2023-10-22 15:51:04

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારો કરી રહ્યા છે. દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ ગઈકાલે થઈ ગઈ છે. દાંડી યાત્રાથી નિકળેલી આ યાત્રા અમદાવાદમાં પૂર્ણ થઈ છે.

 

યુવા અધિકાર યાત્રા દરમિયાન નેતાઓ આક્રામક દેખાયા!

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ મહા સંમેલન યોજ્યું હતું. જેમાં  હજારો ઉમેદવારો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા એકદમ આક્રામક દેખાયા હતા.  

શું કહ્યું યુવરાજસિંહે તેમજ ચૈતર વસાવાએ?

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ આ યાત્રા દરમિયાન એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરૂ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરૂદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ. તે ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે