Mahadev App Scam : ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ EDની કાર્યવાહી, આ જગ્યાઓ પર કરાઈ છાપામારી, જાણો કેટલી સંપત્તિ કરાઈ જપ્ત?


  • Published By :
  • Published Date : 2023-09-16 13:10:11

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડ કરી કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ કડક કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ વિરૂદ્ધ કરવામાં આવી છે. આખી એપનું સંચાલન દૂબઈથી કરાઈ રહ્યું હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ઈડી દ્વારા રેડ કરી છે અને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ છાપામારી દરમિયાન કુલ 417 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

મહાદેવ એપ વિરૂદ્ધ ઈડીએ કરી કાર્યવાહી 

મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અલગ અલગ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે. ભગવાનનું નામ લેવાય તે માટે લોકો ભક્તિને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ અનેક વખત સટ્ટાબાજો પણ ભગવાનના નામ પર એપ્લિકેશનનું નામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ મહાદેવ સટ્ટાબાજ એપની...આ એપ ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલી છે. 


417 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત 

ઓછા સમયમાં ઓછી મહેનત કરી સારા પૈસા કમાવાની લાલચ હોવાને કારણે લોકો સટ્ટો રમતા હોય છે. ઓનલાઈન સટ્ટા પણ રમાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન સટ્ટા પર સકંજો લાવવા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરોના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. 417 કરોડની સંપત્તિને ફ્રિજ કરવામાં આવી છે. 


રેડની કાર્યવાહી બાદ શું કહ્યું અધિકારીએ?

આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ઈડીએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરતી વખતે સામે આવ્યું કે છત્તીસગઢના ભિલાઈમાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે. આ એપનું સમગ્ર સંચાલન દુબઈથી કરવામાં આવે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી. સટ્ટાબાજીમાંથી જે આવક થાય તે આવકને વિદેશી ખાતાઓમાં મોકલવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવતી.  હવાલા ઓપરેશન ચલાવવામાં આવતું હતું. સટ્ટાબાજી પ્રત્યે લોકોને આકર્ષણ થાય તે માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવતી. સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. વેબસાઈટનું માર્કેટિંગ કરવામાં આવતું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે