મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે શરદ પવારને આપ્યો ઝટકો, કહ્યું અજિત પવાર જૂથ જ અસલી NCP


  • Published By :
  • Published Date : 2024-02-15 21:15:17

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પર વર્ચસ્વની લડાઈમાં શરદ પવાર સામે ભત્રીજા અજીત પવારની જીત થઈ છે. NCP પર પોતાના એકાધિકાર માટે લડતા શરદ પવારને ચૂંટણી પંચ બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકરે પણ ઝટકો આપ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ધારાસભ્યોને લાયક જાહેર કરીને તેમની સામેની તમામ અરજીઓને રદ કરી દીધી છે. તેમણે અજીત જૂથને અસલી NCP પણ ગણાવ્યું હતું. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.


શું કહ્યું સ્પીકર રાહુલ નાર્વેકરે?


શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની સાથે જુલાઈ 2023 માં મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે ત્યાર પછી તેમના જુથને ગેરલાયક ઠરાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નાર્વેકરે ચુકાદામાં કહ્યું હતું કે પાર્ટીના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવો અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરવી એ પક્ષપલટા સમાન નથી પરંતુ તે માત્ર આંતરિક મતભેદ છે. તેમણે કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની 10મી અનુસૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 


પક્ષની નેતાગીરી 10મી અનુસૂચિનો ઉપયોગ મોટી સંખ્યામાં સભ્યોના અસંમત અવાજોને અયોગ્યતાની ધમકી આપીને દબાવવા માટે કરી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એનસીપીમાં (જુલાઈ 2023માં) જે ઘટના બની તે સ્પષ્ટ રીતે પાર્ટીનો આંતરિક મતભેદ હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીમાં વિભાજન સમયે મોટાભાગના ધારાસભ્યો અજિત પવાર કેમ્પમાં હતા. તેમણે કહ્યું કે અજિત પવાર કેમ્પનો નિર્ણય NCPની ઈચ્છા દર્શાવે છે.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો