ફોન પર હવે 'હેલ્લો' નહીં પણ 'વંદે માતરમ' બોલવું ફરજીયાત: મહારાષ્ટ્ર સરકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:18:46

મહારાષ્ટ્ર સરકારે સરકારે કર્મચારીઓ માટે  1 ઓક્ટોબરે પરિપત્ર બહાર પાડી હેલ્લોના બદલે વંદે માતરમ બોલવું ફરજીયાત કરી દીધું છે. આ નવા GR મુજબ મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારી હવે ફોન રિસિવ કરતી વખતે હેલ્લોના બદલે ફરજીયાતપણે વંદે માતરમ બોલશે. 


ભાજપ નેતા સુધીર મુનગંટીવારે શરૂ કરી પરંપરા


દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહયો હતો ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્લો નહીં પણ વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દેવામાં આવે. મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું તે સમયે સુધીર મુનગંટીવારને રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી સોંપાવમાં આવી હતી. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ તેમના મંત્રાલયના કર્મચારીઓ માટે ફોન પર વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દીધું હતું.


'વંદે માતરમ'થી રાષ્ટ્રિય ગૌરવ પેદા થાય છે


મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ હેલ્લો શબ્દ પશ્ચિમથી આવ્યો છે. આ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિની નકલ છે, અને નિરર્થક અભિવાદન છે. તેનાથી કોઈ લાગણીનો કોઈ ભાવ પેદા નથી થતો. જો કે વંદે માતરમ બોલવાથી રાષ્ટ્રિય ગૌરવની લાગણી પેદા થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે