મહારાષ્ટ્રઃ પાલઘરમાં સાધુઓની હત્યાનો કેસ CBIને સોંપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:33:34

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 2020માં સાધુઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકાર સીબીઆઈને સોંપવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી આવા સંકેત આપ્યા છે. એફિડેવિટમાં શિંદે સરકારે જણાવ્યું હતું કે મોબ લિંચિંગ કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં તેમને કોઈ વાંધો નથી. 


શું હતો પાલઘર મોબ લિંચિંગનો મામલો?

વર્ષ 2020માં સાધુ સમાજના અમુક લોકો લોકડાઉનના સમયમાં મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસની હાજરમાં ગડચિનચાઈલ ગામમાં એક ભીડે તેમના પર હુમલો કરી દીધો હતો જેના કારણે સાધુઓના નિધન થઈ ગયા હતા. ગામના લોકોને લાગ્યું હતું કે આ સાધુ નથી અને ચોર છે માટે તેમણે સાધુઓ પર હુમલો કરી દીધો હતો. 


શા માટે મહારાષ્ટ્ર સરકારે કરી CBI તપાસની માગ?

મહારાષ્ટ્ર સરકારની તપાસ પર શંકા રાખતા મૃતક સાધુઓના મંડળે અને જૂના અખાડાના સાધુઓએ એએનઆઈ અને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હિંદુત્વ તરફ જુકાવ રાખતી શિવસેના સરકાર સાધુઓની માગના કારણે તપાસ કરાવવા ઈચ્છી રહી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.