મહારાષ્ટ્રમાં ક્રિકેટ બુકીના ઘરે પોલીસની રેડ, 14 કિલો સોનું, 200 કિલો ચાંદી અને રૂ.17 કરોડ જપ્ત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:19

મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી લીધી. જ્યારે નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અહીં પોલીસને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા પહેલા જ આરોપીઓ ઘરમાંથી ભાગી ગયા હતા. વધુ તપાસ ચાલુ છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર કથિત ‘બુકી’ અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન નાગપુરથી 160 કિમી દૂર ગોંદિયા શહેરમાં રહેતો હતો. જ્યારે પોલીસે જૈનના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે તેના એક દિવસ પહેલા જ દુબઈ ભાગી ગયો હતો.


કઈ રીતે પોલ ખુલી?


નાગપુરના પોલીસ આયુક્ત અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, “જૈને ફરિયાદી – એક વેપારીને ઓનલાઈન જુગારમાંથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રારંભિક ખચકાટ પછી, વેપારી જૈનની લાલચમાં આવી ગયો અને હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.” જૈને વેપારીને વોટ્સએપ પર ઓનલાઈન જુગાર ખાતું ખોલવા માટે એક લિંક આપી હતી. વેપારીને ખાતામાં 8 લાખ રૂપિયા જમા મળ્યા અને તેણે જુગાર રમવાનું શરૂ કર્યું.” પોલીસ કમિશનરે કહ્યું કે, શરૂઆતની સફળતા પછી, વેપારીને આંચકો લાગવા માંડ્યો કારણ કે તેણે માત્ર રૂ. 5 કરોડ જીત્યા હતા પરંતુ બાદમાં રૂ.58 કરોડ ગુમાવ્યા. બિઝનેસમેનને પછી શંકા થઈ કારણ કે તે મોટાભાગે ખોટમાં હતો અને તેણે તેના પૈસા પાછા માંગ્યા, પરંતુ જૈને ના પાડી. કમિશનરે કહ્યું, ‘વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આજે ગોંદિયામાં જૈનના ઘરે દરોડો પાડ્યો હતો.


આરોપી દુબઈ ફરાર


પોલીસના આ દરોડા દરમિયાન આરોપી બુકીના ઘરેથી 17 કરોડ રૂપિયા રોકડા, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદીના રૂપમાં સોનાના બિસ્કિટ અને જ્વેલરી મળી આવી હતી. જોકે, બુકી જૈન પોલીસને ચકમો આપી ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે, અધિકારીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવાની બાકી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે