શું ગાંધીજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, 4 વર્ષના રાજીવ ગાધીને શું કહ્યું હતું? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-30 21:21:35

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે, 30 જાન્યુઆરી 1948ના દિવસે આજના દિવસે જ નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજ અનેક ગાંધીવાદીઓ દાવો કરી રહ્યા છે કે મોત પહેલા મહાત્મા ગાંધીને તેમના મૃત્યુનો આભાશ થઈ ગયો હતો. શું ખરેખર ગાંધીજી તેમના મોત અંગે કાંઈ બોલ્યા હતા, આવો જાણીએ


ગાંધીજીએ મોત અંગે કર્યું હતું પૂર્વાનુમાન


20 જાન્યુઆરી 1948 એટલે કે મોતના 10 દિવસ પહેલા જ ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે તેમાં  તે માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીને તેમની મોતનો આભાશ થઈ ગયો હતો. તેમણે પોતાના મોત અંગે સમાચાર પત્રો, જનસભાઓ અને પ્રાથના સભાના માધ્યમથી લગભગ 14 પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખુબ જ નજીકથી ગોળીબાર કરે છે તો હું હસતા હસતા રામનું નામ લેતા-લેતા તે ગોળીઓનો સામનો કરુ છું તો હું શુભેચ્છાઓનો હકદાર છું.


ગાંધીજીએ 4 વર્ષના રાજીવને શું કહ્યું હતું? 


ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા જ પંડિત નહેરૂ તેમના પરિવારજનો સાથે ગાંધીજીને મળવા ગયા હતા. જવાહર લાલ નહેરૂ સાથે તેમની બહેન કૃષ્ણા, નયનતારા, રાજીવ ગાંધી, પદ્મજા નાયડૂ પણ હતા. નહેરૂ પરિવાર પહોંચ્યો ત્યારે ગાધીજી બિરલા હાઉસમાં લાકડાની એક ખુરસીમાં બેસીને તાપણું કરીને તાપતા હતા. જવાહરલાલ નહેરૂ સાથે પરિવારના તમામ સભ્યો બિરલા હાઉસની લોન પર બેઠા હતા. આ સમયે 4 વર્ષનો રાજીવ ગાંધી પતંગિયાઓ પાછળ દોડતો હતો. બાદમાં રાજીવ ગાંધી મહાત્મા ગાંધીના પગ નજીક બેસી ગયો, અને તેની મમ્મી ઈન્દિરા ગાધી દ્વારા લાવવામાં આવેલા ચમેલીના ફૂલોને મહાત્મા ગાધીના પગ પર મુકવા લાગ્યો. મહાત્મા ગાંધી આ જોઈને હસવા લાગ્યા અને બાળ રાજીવના કાન પકડીને કહ્યું કે 'આવું ન કરીશ, માત્ર મૃત વ્યક્તિના પગ પર જ ફૂલો ચડાવવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની આત્મકથા લખનારા કેથરિન ફ્રેંકે તેમના પુસ્તકમાં તે સાંજનું વિવરણ લખ્યું છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.