ગાંધીજી ચાર વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ થયા છતાં એવોર્ડ ન મળ્યો, જાણે શું કારણ હતું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:49:33


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની આજે જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. નોબેલ પુરસ્કાર 1901 થી આપવામાં આવે છે. તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ હતા. આ સન્માન તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સવાલ થાય તે સ્વાભાવિક છે કે ગત સદીમાં શાંતિ અને અહિંસાના મહાન દૂત મહાત્મા ગાંધીને નોબેલ શાંતિ એવોર્ડ કેમ મળ્યો નહીં. આ પુરસ્કાર આપનારી શાંતિ સમિતિ પર જ મોટો સવાલ છે. શું નોર્વેની 5 સભ્યોની સમિતિ કે જે શાંતિ પુરસ્કારો માટે નામો પસંદ કરે છે તેમનો દ્રષ્ટિકોણ ખુબ સંકુચિત છે? શું આ સમિતિ બિન-યુરોપિયન દેશોના લોકોના સંઘર્ષની અવગણના કરે છે? શું આ સમિતિના સભ્યો તેમના દેશ અને બ્રિટન વચ્ચેના સંબંધો સહિતના સમીકરણો પર વિચાર કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિની પસંદગી કરlતી હતી?.


ગાંધીજીને 4 વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ કરાયા પણ એવોર્ડ ન મળ્યો


ગાંધીને નોબેલ માટે ઘણી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને આ સન્માન ક્યારેય મળ્યું નહીં. તેઓ 1937, 1938,1939 અને 1947માં નોમિનેટ થયા હતા. પ્રથમ વખત, નોબેલ સમિતિના સલાહકાર પ્રોફેસર જેકોબ વોર્મ-મુલરે તેમના નોમિનેશનને લઈ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેકોબ વોર્મ-મુલરે તેમના રિપોર્ટમાં તેમણે ગાંધીજીને સારા, સજ્જન અને તપસ્વી ગણાવ્યા હતા. પરંતુ, તે સાથે જ તેમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની નીતિઓમાં ઝડપથી ફેરફાર કરે છે. તેણે કહ્યું કે તેના કારણે તે વિરોધાભાસ સર્જે છે. તે સ્વતંત્રતા સેનાની સાથે સરમુખત્યાર હોય તેવું જણાય છે તે ઉપરાંત તે આદર્શવાદીની સાથે-સાથે રાષ્ટ્રવાદી પણ છે. મુલરે ટીકાકારોને ટાંકીને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સંઘર્ષ પણ માત્ર ભારતીયો માટે જ હતો પણ તે અશ્વેતો માટે નહોતો.


1947 માં ગાંધીજીને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે બી.જી. ખેર, જીવી માવલંકર અને જીબી પંતે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, ત્યારે નોબેલ શાંતિ સમિતિ પણ ગાંધીના નામ પર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સમિતિના બે સભ્યો ગાંધીજીના નામની તરફેણમાં હતા. જોકે ત્રણ સભ્યો તેમની વિરુદ્ધમાં હતા. વિભાજન અને રમખાણો વચ્ચે, તેઓ ગાંધીજીને સન્માનિત કરવા માટે ઈચ્છુક ન હતા.


ગાંધીજીને મરણોત્તર સન્માન કેમ ન અપાયું?


ગાંધીની હત્યાના બે દિવસ પહેલા 1948માં નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન બંધ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ચોક્કસ સંજોગોમાં મરણોત્તર સન્માન પણ આપે છે. પરંતુ, ગાંધીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા ન હતા. ઉપરાંત ગાંધીજી તેમની પાછળ કોઈ વસીયત પણ છોડી ગયા ન હતા. આવી સ્થિતિમાં ઈનામની રકમ કોને આપવી તે અંગે પણ અવઢવની સ્થિતી સર્જીઈ હતી. આ અંગે સમિતિના વકીલ ઓલે ટોરલીફે એવોર્ડ આપનાર  સંસ્થાનો અભિપ્રાય માંગ્યો હતો. તે સમયે તેમને મરણોત્તર એવોર્ડ ન આપવાની સલાહ આપવામાં આવી હતી.


ગાંધીજી પ્રત્યે હંમેશા પૂર્વગ્રહ રાખવામાં આવ્યો


ગાંધીજી આ બધી બાબતોમાં થોડા અલગ હતા. તેઓ ન તો રાજકારણી હતા કે ન તો આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક હતા. તેઓ ન તો રિલીફ વર્કર હતા કે ન તો આયોજક. 1947માં સમિતિના મોટાભાગના સભ્યો ગાંધીજીને શંકાની નજરે જોતા હતા અને તેમના વિશે એક અલગ ધારણા ઊભી થઈ હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .