ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ મતદારો પાસેથી જ 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:52:54

રાજ્યમાં વિધાનસભાને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો તેવા પણ છે જેમની પાસે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોવાથી તેમણે જાહેર જનતા પાસેથી ફંડ ઉઘરાવી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા સમયે 10 હજાર રૂપિયાની પરચૂરણ ડિપોઝીટરૂપે જમા કરાવી હતી.


ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી 


ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મહેન્દ્ર પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. મહેન્દ્ર પટણીએ વિધાનસભા સીટ વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10,000 સિક્કા 2 કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા આ પરચૂરણનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે. તેમણે આ અંગે કહ્યું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈએ ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


ઘરવિહોણાને ઘર અપાવવાનું વચન


મહેન્દ્ર પટણીએ ગાંધીનગર શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યા અંગે કહ્યું કે કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો ઘરવિહોણા થયા છે. અત્યારે જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક  પરથી વિજય બનીશ તોઆવા ગરીબ લોકોને તો મકાન પાછા અપાવીશ. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે