મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં હુક્કો પીવાની મજા માણી, વીડિયો વાયરલ, ચાહકોએ આપી જોરદાર પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-01-07 12:58:19

કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રજાઓ માણી રહ્યા છે, ધોની નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ પહોંચ્યા છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત પણ તેની સાથે ન્યૂ યરની ઉજવણીની મજા માણી હતી. આ દરમિયાન ધોનીની તસવીરો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે  'હુક્કો' પીતો જોવા મળી રહ્યો છે. ધોનીને મોઢામાંથી ધૂમાડા કાઢતો તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ધોનીનો આ વીડિયો જોઈને ચાહકો પણ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.  


ધૂમાડાના ગોટા કાઢતો માહીનો વીડિયો વાયરલ


ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હુક્કો પીતો વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયો પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં ધોની તેના મોંમાંથી ધૂમાડાના ગોટા કાઢતો દેખાય છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. ધોની જ્યાં ધૂમ્રપાન કરી રહ્યો છે ત્યાં બીજા ઘણા લોકો પણ હાજર છે. માહીએ ફોર્મલ કોટ અને પેન્ટ પહેર્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે.માહી લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટ કીપર માહીનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.  


ધોની 2024માં છેલ્લી IPL મેચ રમશે


ગયા વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં CSK ટીમ 2023માં પાંચમી વખત IPL ચેમ્પિયન બની હતી. ધોનીએ આખી સિઝનમાં ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 250 આઈપીએલ મેચ રમી છે, 218 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટને 24 અડધી સદી ફટકારી છે. ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે, જો કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે