મહેસાણામાં ગાયકવાડી મંદિરે વિઘ્નહર્તાને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર


  • Published By :
  • Published Date : 2023-09-19 18:23:53

સામાન્ય રીતે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ, આર્મીના સૈનિક, પ્રધાનમંત્રી કે રાજકીય નેતાઓને આપવામાં આવે છે પરંતુ મહેસાણામાં વર્ષોથી ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલતી આવે છે


મહેસાણામાં 112 વર્ષ જૂના ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા પોલીસ દ્વારા દુંદાળાદેવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


મહેસાણા શહેરના રાજમહેલ રોડ પર આવેલ ધાર્મિક આસ્થા સાથે જોડાયલ અંદાજે 112 વર્ષ પૌરાણિક ગણેશ મંદિરમાં બિરાજમાન જમણી સુંઢ ધારણ કરનાર સિદ્ધિ વિનાયક ભગવાનની સમગ્ર ભારતમાં મહિમા જાણીતી બની છે. મહેસાણાના એકમાત્ર ગણેશજીને ગાયકવાડ શાસનકાળથી અપતાં ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છેલ્લા 90 વર્ષથી નિભાવવામાં આવી રહી છે. આજે પણ દર વર્ષે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિદાદાના જન્મ જયંતિએ પોલીસના જવાનો સન્માનભેર ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા નિભાવી રહ્યા છે.


આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 112 વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.