મહેશ સવાણી ફરી સક્રિય થતાં રાજકારણ ગરમાયું, સુરતમાં ભાજપ માટે કર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-26 11:10:27

સુરતના જાણીતા હિરા વેપારી મહેશ સવાણી ફરી જાહેરમાં જોવા મળતા રાજકારણ ગરમાયું છે. મહેશ સવાણી રાજકારણને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. આ વખતે મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ અંગે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાથે છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો જોઈએ એટલે હું પ્રચાર માટે ઉતર્યો છું. મહેશ સવાણી કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વરાછા બેઠક અંગે પોતાનો અભિપ્રાય આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ હોય છે. કતાર ગામમાં ત્રણેય પાટીદારો હોવાથી રસાકસી જોવા મળી રહ્યો છે. 


મહેશ સવાણીએ AAPને કર્યા હતા રામરામ


સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં સુરતમાં જૂન, 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે બાદમાં સવાણીએ આપ સાથે છેડો ફાંડ્યો હતો અને માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીત કરવાની જાહેરાત કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે