Mahisagar : યુવાને રીલ બનાવવા હવામાં કર્યુ ફાયરિંગ! સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો અપલોડ.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-19 15:44:03

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં અનેક લોકો કાયદાનું ભાન ભૂલી જતા હોય છે. રીલ્સ બનાવવા માટે કોઈ વખત છુટ્ટા હાથે વાહન ચલાવે છે તો કોઈ વખત ચાલુ વાહને કોઈ અચાનક ઉભું થઈ જાય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત જોવા મળતા હોય છે. એ વીડિયોને જોયા બાદ એવું પણ આપણા મનમાં થાય આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ત્યારે મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રીલ્સ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. કારમાં બેસી હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.



રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ હવામાં કર્યું ફાયરિંગ  

રોલો પાડવા માટે, રીલ્સ બનાવવા માટે આજકાલ લોકો એવા એવા સ્ટંટ કરે છે કે તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો જોયા હશે જેમાં રીલ્સના ચક્કરમાં લોકો જીવનું પણ નથી વિચારતા. કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વર્તતા હોય છે. ત્યારે એક વીડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં કારમાં બેસી એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. લુણાવાડામાં રહેતા રોનક ગઢવી નામનાં યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડિયો અપલોડ કર્યો છે.   



સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કરે છે કાર્યવાહી 

જેમ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેવી રીતે પોલીસ પણ જાણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે તેવું લાગે છે. સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ, કાયદો ભંગ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા હોય છે જેમાં લખવામાં આવ્યું હોય છે Before અને After. બિફોરમાં સ્ટંટ કરતો વીડિયો મૂકવામાં આવે છે જ્યારે આફ્ટરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો મૂકવામાં આવે છે. ત્યારે આ વીડિયો પર પોલીસ એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું...     



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'