Mahisagar : 31st પહેલા પોલીસે પકડી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો, આ વખતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 12:47:31

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વખત દારૂનો મોટો જથ્થો ઝડપાય છે. અનેક લાખોનો મુ્દ્દામાલને જપ્ત કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ દારૂનો જથ્થો પકડાતો હોય છે ત્યારે હવે થોડા દિવસો બાદ 31મી ડિસેમ્બર આવી રહી છે. 31મી તારીખ પહેલા પોલીસ એક્ટિવ મોડમાં આવી છે. અનેક વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં ફરીથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂની હેરફેર કરતી મહિલાઓને મહીસાગર પોલીસે ઝડપી પાડી છે. 

દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ! 

એક તરફ દારૂબંધીના કાયદાને લઈ પોલીસ થોડી સિરીયસ બની છે તો બીજી તરફ દારૂની હેરફેર માટે બુટલેગરો નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. દારૂને એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચાડવા માટે અલગ અલગ અને અવનવા માર્ગોનો સહારો લેવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા મહીસાગરથી એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ફરી એક વખત મહીસાગરથી દારૂ પકડાવાનો કિસ્સો સામે આવ્યો છે અને દારૂની હેરફેર કરનાર કોઈ પુરૂષ નહીં પરંતુ મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. 


31મી ડિસેમ્બરને લઈ પોલીસ એક્ટિવ મોડમાં આવી! 

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. નવા વર્ષની ઉજવણી માટે  અનેક લોકો બહાર જતા હોય છે. મુખ્યત્વે પાર્ટી-શાટી થઈ શકે તેવી જગ્યાઓ પસંદ કરતા હોય છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ હવે તો ગુજરાતમાંથી પણ દારૂનો જથ્થો મળી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે. દારૂની હેરાફેરી એવી રીતે કરવામાં આવે છે કે કોઈને શક ન જાય. અલગ અલગ પ્રયોગો કરી દારૂની હેરાફેરી બુટલેગરો કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે દારૂની હેરાફેરી પુરૂષો કરતા હોય છે પરંતુ મહીસાગરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ છે. 


મહિલાઓ પાસેથી મળી આવ્યો વિદેશી દારૂ 

મળતી માહિતી અનુસાર કોઈને શક ન જાય તેવી રીતે લુણાવાડા બસ સ્ટેન્ડ પર વિદેશી દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઈ છે. પોલીસને આ અંગેની બાતમી મળી હતી અને તે મુજબ પોલીસે ત્યાં તપાસ કરી હતી અને લુણાવાડા બસ સ્ટેન્ડ પર દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપી લીધી. મહિલાઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જે મહિલાઓ ઝડપાઈ છે તે દાહોદ જિલ્લાની 20 વર્ષીય છે અને એક મહિલાની ઉંમર 19 વર્ષની છે. 


દારૂબંધી કાયદો મજાકરૂપ બની ગયો!

મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી કાયદાના રોજે ધજાગરા ઉડી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પોલીસને પણ જાણ હોય છે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ ત્યાં રેડ નથી કરતી! પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થાય છે.            



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.