Mahisagar ક્લાર્ક આત્મહત્યા કેસ : આરોપીની જામીન અરજી રદ્દ થઈ પરંતુ નથી કરવામાં આવી કાર્યવાહી, સમાજમાં રોષની લાગણી


  • Published By :
  • Published Date : 2023-10-12 17:16:45

આત્મહત્યાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મહીસાગરના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ નિભાવતા અલ્પેશ માળીનો મૃતદેહ બાલાસીનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. ફરજ દરમિયાન ક્લાર્કને જાતિવાચક શબ્દો બોલી તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આ વાતની ફરિયાદ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ કરી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.આ ઘટનામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આગોતરા જામીન પણ રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેનો વિરોધ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.     

The court ordered an inquiry into the death of the clerk of the Kadana Mamlatdar office Mahisagar: ઉપલા અધિકારીઓ જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હોવાનો ક્લાર્કે CMને લખ્યો પત્ર, બાદમાં મળી તેમની લાશ,હવે થઈ મોટી કાર્યવાહી

 

સીએમઓમાંથી જવાબ આવે તેની પહેલા ક્લાર્કે છોડી દુનિયા

થોડા સમય પહેલા મહીસાગરમાં દલિત ક્લાર્કે ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સીએમઓને પણ કરવામાં આવી. 21 જાન્યુઆરીના રોજ પત્ર લખ્યો હતો અને 29 જાન્યુઆરીના રોજ ક્લાર્કે આત્મહત્યા કરી લીધી. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવે તેની પહેલા જ ક્લાર્કે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારબાદ આ તમામ ચાર કર્મચારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 



જામીન રદ્દ થયા બાદ પણ ન કરાઈ કાર્યવાહી, સમાજમાં ભારે રોષ 

આ ચાર કર્મચારીઓએ મહીસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જામીન રદ્દ થયા બાદ પણ આ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેનો વિરોધ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાં પોલીસ દ્વારા નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના સમગ્ર સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓની જલ્દી ધ૨પકડ ક૨વામાં નહિ આવે તો દલિત સમાજ આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.