Mahisagar : દારૂબંધી વાળા રાજ્યમાં બાલાસિનોર MGVCLના હેલ્પલાઈનમાં ગ્રાહકે ફોન કર્યો તો દારૂ પીને ગાળો આપી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-17 12:19:54

દારૂબંધી છે ગુજરાતમાં જ્યારે આ વાત સાંભળતા હશો ત્યારે તમારી સામે અનેક એવા દ્રશ્યો સામે આવી જતા હશે જે આ દાવાને પોકળ સાબિત કરતા હોય છે. એક બે નહીં એવા અનેકો કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદાને વખોડી નાખે છે. દારૂબંધીના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસો ઢિંચેલી હાલતમાં જોવા મળતા હોય છે. અનેક કિસ્સાઓમાં શિક્ષકો પણ રાજાપાઠની હાલતમાં દેખાતા હોય છે. સરકારી અધિકારીઓને પણ તમે નશાની હાલતમાં જોયા હશે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાત અનેક વખત કરવામાં આવે છે. ત્યારે વધુ એક દારૂબંધીના કાયદાને તમાચો મારતો એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીનો છે.  

દારૂબંધીને પોકળ સાબિત કરતા અનેક વીડિયો આપણી સામે છે 

જ્યારે વીજને લઈ કોઈ સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે. વીજની સમસ્યાને લઈ એક ગ્રાહકે ફોન કર્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ફોન પર કીધું કે તે દારૂ પીવે છે એટલે તું મગજમારી ન કરીશ. નશામાં ધૂત કર્મચારીએ એટલી બધી ગાળો બોલી કે અડધા ઉપરનો ઓડિયોમાં બીપ બીપ સાંભળવું પડશે. આ ઓડિયો સંભળાવવા પાછળનું કારણ એ છે કે આવા ઓડિયો, આવા વીડિયોઝ ગુજરાતની વાસ્તવિક્તાને ઉજાગર કરે છે. 


સરકારી અધિકારી જ્યારે નશાની હાલતમાં ભાન ભૂલે ત્યારે

ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે તે વાતનો સાક્ષી છે આ ઓડિયો. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ દારૂબંધીની વાસ્તવિક્તા શું છે તે જાહેર સભામાં જણાવ્યું હતું. પોલીસ પર તેમણે આરોપ લગાવ્યો હતો.  ત્યારે ભાજપના જ નેતાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં તો દારૂબંધીનો તો અદ્ભૂત અમલ થાય છે. પરંતુ વારંવાર સામે આવતા આવા દ્રશ્યો, આવા ઓડિયો ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિક્તાની પોલ ખોલી દેતા હોય છે. સરકારનો પગાર લેનાર સરકારી અધિકારી, સરકારી કચેરીમાં જ્યારે નશાની હાલતમાં જોવા મળે છે ત્યારે સમજવું કે આ દારૂ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આ વીડિયો ગુજરાતની દારૂબંધીને સમર્પિત છે.    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.