મહીસાગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહીસાગરના ખાનપુર તાલુકાના એક ગામમાં સગીરા પર એક ઈસમે એકાંતનો લાભ લઈ બળાત્કાર ગુજારતા અરેરાટી મચી ગઈ છે. જંગલમાં જઈ રહેલી સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે બાકોર પોલીસે બાતમીના આધારે તે શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાની હાલત ગંભીર
મહીસાગરમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાને તાત્કાલિક 108 મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ હાલ બળાત્કાર પિડિતા સગીરાની હાલત ચિંતાજનક છે.






.jpg)








