રાજકોટ અગ્નિકાંડ મામલે સામે આવી મોટી અપડેટ, SITએ 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, પ્રતિક્રિયા આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-06-21 18:34:48

ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઘટનાને લઈ અનેક વાતો સામે આવી જેને લઈ અનેક સવાલો થયા. આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. એસઆઈટી પર પણ અનેક સવાલો થયા છે. આ બધા વચ્ચે SIT દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.




નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ... 

આપણે ત્યાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવતી હોય છે.. વર્ષો સુધી તેની તપાસ થાય છે, પરંતુ અંતે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. કાર્યવાહીના રૂપમાં નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટા માછલા રહી જાય છે.. 




એસઆઈટીએ સરકારને સોંપ્યો 100 પાનાનો રિપોર્ટ 

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને પગલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કાર્યવાહી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ મામલે સુનાવણી થઈ છે ત્યારે ત્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે કોર્ટ દ્વારા. સુભાષ ત્રિવેદી આ એસઆઈટીના વડા છે. એસઆઈટી દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. SITના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. 



શું કહ્યું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ? 

આ બેઠક બાદ સુભાષ ત્રિવેદી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે રાજકોટ બંધનું એલાન 

મહત્વનું છે કે રાજકોટ દુર્ઘટનાને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો હતો.. પીડિત પરિવારની સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ  હાજર રહ્યા હતા. તે બાદ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે બાપુના શરણે આવ્યો હતો. 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બધાની નજર એ પર રહેલી છે કે આ વખતે પીડિત પરિવારને ન્યાય મળે છે કે માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે તેમાં?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે