અમદાવાદમાં મેલેરિયા અને ડેન્ગ્યૂનાં કેસ વધ્યા, તંત્ર દ્વારા ફોગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 10:38:13

અમદાવાદમાં  વરસાદ બાદ રોગચાળો સામાન્ય છે. જો  કે આ  વર્ષે  મેલેરિયા અને ડેન્ગ્યૂનાં કેસ ખુબ વધતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના તમામ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી વધારવાની તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત મેલેરિયા વિભાગ દ્વારા કોન્ટ્રાકટથી લેવામાં આવેલા કર્મચારીઓ પાસે અસરકારક કામગીરી કરાવવા પણ સુચના અપાઈ હતી.

ફોગિંગ અને દવા છંટકાવ અભિયાનનો પ્રારંભ


શહેરમાં મેલેરિયા વિભાગ તરફથી યોગ્ય રીતે ફોગીંગ કરવામાં આવતુ ન હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો દ્વારા જ બેઠકમાં કરવામાં આવી હતી. વરસાદ બાદ ગંદકી અને ઠેરઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના એડિસ મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. શહેરમાં ફોગિંગની અને દવા છટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો છે.


મેડિકલ કેમ્પ ઉભા કરાશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 9 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન થઈ ચૂક્યું છે. હજી 11 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.


પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં 147 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 12 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .