માલધારીઓ Ahmedabad Mayorની ઓફિસનો ઘેરાવો કરશે,ઢોર નિયંત્રણ પોલીસીનો વિરોધ કરશે!


  • Published By :
  • Published Date : 2023-11-28 09:45:01

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી ઘાયલ થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. હાઈકોર્ટ રખડતા ઢોર મામલે એકદમ કડક દેખાઈ રહી છે. રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ હવે અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે. 

મેયરની ઓફિસમાં હજારો પશુપાલકો એકત્ર થશે!

 હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું હતું. રખડતા ઢોરથી રાહદારીઓને, વાહનચાલકોને મુક્તિ મળે તે માટે એક્શન પણ લેવાયા. અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. નવી પોલીસીનો વિરોધ માલધારી સમાજના લોકો કરી રહ્યા હતા. ત્યારે માલધારી એકતા સમિતિ અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરી શકે છે કારણ કે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માલધારીઓનું કહેવું છે અમે વર્ષોથી જ્યાં રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીયે છીએ એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે. આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે જેથી ઘર પાસે ઢોર બાંધીને રાખી શકે 


વિજય નહેરાને લઈ માલધારીઓએ કહી આ વાત

અમદાવાદમાં હજારો પશુપાલકો અમદાવાદ મેયરની ઓફિસે એકઠા થશે તેમનું કહેવું છે કે પશુ નોંધણીના નામે પરિવારદીઠ 200 રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. 


માલધારીઓને આપવામાં આવી અંતિમ નોટિસ 

પશુત્રાસ અટકાવ પોલીસી અંતર્ગત માલધારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર સુધીમાં માલધારીએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા ઢોર રાખવા પોતાના ભોગવટાની એટલે કે માલીકીની જમીન હોવી આવશ્યક છે. જે માલધારી પાસે માલીકીની જમીન ન હોય તેઓએ શહેરની હદ છોડી જવાની અંતિમ નોટીસ પણ ગઈકાલે આપવામાં આવતા માલધારીઓ સરકાર પાસે ગૌચર ફાળવવાની માગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી માટે અંતિમ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે જ આગામી સપ્તાહથી એટલે કે, 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડીને પશુમાલિક સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે માલધારી સમાજ પણ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.