વિકસીત ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ 14,191 દાહોદ જિલ્લામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:51:08

દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. ગુજરાત દેશના સૌથી વિકસીત અને સમૃધ્ધ રાજ્યોમાં અગ્રેસર છે. જો કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો આખો ખોલી નાખે તેવો છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં નવા જન્મેલા 18,819  જેટલા બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. અને  5,881 ઓછા વજનવાળા બાળકોની નોંધણી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો છેલ્લા એક મહિનામાં કુપોષણનો શિકાર બની જન્મ્યા છે.


રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો 


કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં  છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 છે. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે