World Cupની હાર બાબતે ચાલી રહેલી રાજનીતિમાં Mamata Banerjeeએ ઝંપલાવ્યું! કહ્યું કેટલાક પાપીઓ મેચ જોવા ગયા એટલે....


  • Published By :
  • Published Date : 2023-11-24 10:10:22

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલની મેચ ભારત હારી ગયું. મેચને તો અનેક દિવસો વીતિ ગયા પરંતુ મેચ બાદ થઈ રહેલી રાજનીતિ હજી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ જનસભામાં પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલના નિવેદન બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી, આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝંપલાવ્યું છે. વર્લ્ડ કેપ મેચને લઈ મમતાએ નિવેદન આપ્યું કે જો ફાઈનલ મેચ બંગાળમાં રમાઈ હોત તો ભારત મેચ જીતી ગયું. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય ટીમ વિશ્વ કપમાં બધી મેચ જીતી, સિવાય એ મેચ જેમાં પાપીઓએ ભાગ લીધો. 

રાહુલ ગાંધીના નિવેદન બાદ ગરમાઈ રાજનીતિ 

ભારતીય ટીમ હાર તરફ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ સોશિયલ મીડિયા પર પનોતી શબ્દ ટ્રેન્ડિંગ થયો હતો. પહેલા આ શબ્દ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતો પરંતુ જ્યારે જનસભામાં રાહુલ ગાંધીએ આ શબ્દ વાપર્યો તે બાદ આને કારણે રાજનીતિ ગરમાવવા લાગી. રાહુલ ગાંધીના નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ આ મામલાને ઈન્દિરા ગાંધી સાથે જોડી દીધો. તે ઉપરાંત આ મામલે કોંગ્રેસ પણ આક્રામક દેખાઈ. પ્રિયંકા ગાંધીએ વર્લ્ડ કપને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. 

આસામના મુખ્યમંત્રી તેમજ પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા 

પનોતી શબ્દને લઈ રાજનીતિ હજી શાંત નથી થઈ ત્યાં તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વર્લ્ડ કપ મેચને લઈ નવો તર્ક લઈને આવ્યા. તેમણે કહ્યું કે જો મેચ મુંબઈ કે બંગાળમાં થઈ હોત તો ભારતની ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ હોય. મમતા બેનર્જીએ કહ્યું કે "હું તમને કહી શકું છું કે જો (વર્લ્ડ કપ) ફાઈનલ ઈડન (કોલકાતાના ગાર્ડન્સ) અથવા વાનખેડે (મુંબઈના સ્ટેડિયમ)માં હોત, તો અમે જીતી શક્યા હોત." વધુમાં તેમણે કહ્યું કે કેટલાક પાપીઓ મેચ જોવા ગયા એટલે ભારત ફાઈનલમાં હાર્યું. 


મમતા બેનર્જીએ આ મામલે ઝંપલાવ્યું  

મહત્વનું છે કે મેચને લઈ રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા આ મામલે સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી માટે કહેવામાં આવેલા શબ્દોને કારણે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. એક તરફ રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનોતી કહે છે તો બીજી તરફ પીએમ મોદી પણ આડકતરી રીતે રાહુલ ગાંધીને મુર્ખો કે સરદાર કહે છે. તે ઉપરાંત પણ અનેક એવા શબ્દો પીએમ મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી માટે આડકતરી રીતે વાપર્યા છે. મહત્વનું છે કે દિવસેને દિવસે રાજનીતિનું સ્તર એકદમ નીચલા સ્તરે જઈ રહ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે