પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની કારનો અકસ્માત, મમતા ઘાયલ થયા, જાણો કઈ રીતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2024-01-24 17:24:46

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની કારનો અકસ્માત થતા તેઓ ઘાયલ થયા છે. મમતા બેનર્જીને માથાના ભાગે ઈજા પહોંચી છે. મમતા બેનર્જીનો મોટર કાફલો વર્ધમાનથી કોલકાત્તા પરત થઈ રહ્યો હતો તે વખતે અન્ય એક વાહન તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન ગાઢ ધુમ્મસ હોવાના કારણે માર્ગ પર વિઝિબિવિટી પણ ઓછી હતી જેથી કારના ડ્રાઈવરે બ્રેક લગાવતા મમતાના માથા પર ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી ખરાબ હવામાન હોવાના કારણે હેલિકોપ્ટરથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.


સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી રોડ માર્ગે આવી રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ-પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તે વાત કરી રહ્યા છે, તેમને જે ઈજા થઈ છે તે બહુ ગંભીર નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે