કંપની પર મહિલાઓનો પર્સનલ ડેટા ચોરીને મુસ્લિમ દેશોને વેચી દેવાનો આરોપ લગાવી હેકર કરોડો કમાયો.. પણ એક ભૂલ અને થયો જેલહવાલે!


  • Published By :
  • Published Date : 2023-06-07 12:14:15

15 લાખ હિંદુ મહિલાના પર્સનલ ડેટાની ચોરી..અને ડેટા ચોરી કરીને મુસ્લીમ દેશોને વેચી દેવાનો આરોપ.. કોણે લગાવ્યો આ આરોપ અને શું હતી આખી ઘટનાની વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં ...

તમે ઘણીવાર સાંભળ્યું હશે..ન્યુઝમાં પણ જોયું હશે કે ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ તેમના એપમાં કોઇ ટેકનીકલ ખામી હોય અને કોઇ વ્યક્તિ તેને શોધી આપે તો તેને ઇનામ આપે કે જોબ પર રાખી લે.. આ જ પ્રકારની એક ઘટના હતી જેમાં અંડરગાર્મેન્ટ્સ વેચતી એક ઓનલાઇન શોપિંગની વેબસાઇટ ઝીવામીના લેયઆઉટમાં અથવા શોપિંગના પેજ પર કોઇક પ્રકારની એરર હશે જેને ઠીક કરવા માટે તેમણે એક વ્યક્તિને કામ સોંપ્યું.. સંજય સોની નામનો આ વ્યક્તિ કે જે પોતે વ્યવસાયે હેકર છે સાઇબર એક્સપર્ટ છે.. તેણે એવો દાવો કર્યો કે આ વેબસાઇટ ઝીવામીએ તેમની મહિલા ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર વેચી દીધો છે.. 

આપણે સામાન્ય રીતે ઓનલાઇન શોપિંગ કઇ રીતે કરીએ? સ્વાભાવિક છે કે ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરવો હોય કોઇપણ ચીજવસ્તુ ખરીદવી હોય તો નામ, સરનામું, નંબર, બેંક ડિટેલ્સ આ બધી વિગતો નાખવી પડે.. એ સિવાય તો ઓર્ડર પ્લેસ થાય નહિ.. કેટલીક કંપનીઓ એવા દાવા પણ કરે છે કે અમે ગ્રાહકોની વિગતોનો ડેટા રાખતા નથી.. પરંતુ આ દાવા કેટલા સાચા કેટલા ખોટા? એ કોણ કહી શકે?  સંજય સોનીને ઝીવામી વેબસાઇટની એરર ઠીક  કરવા આ કંપનીએ એક હજાર ડોલર ચૂકવ્યા હતા..  તે પછી પણ 2-3વાર કેટલીક ટેકનીકલ બાબતો માટે ઝીવામી કંપનીએ તેનો સંપર્ક કર્યો હશે.. પરંતુ આ હેકરના મનમાં કંઇક બીજુ જ ચાલી રહ્યું હતું.. સંજયના મનમાં લાલચ આવી ગઇ.. તેણે વિચાર્યું કે ઝીવામી કંપનીને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવાનો આ એક સારો ઉપાય છે..

ઝીવામી કંપનીનું નામ પણ જાણીતું.. લાખો મહિલાઓના ઓર્ડર કંપનીને મળતા હતા..કંપનીએ જ્યારે તેને ટેકનીકલ ગ્લીચ દૂર કરવાનું કામ સોંપ્યું ત્યારે કામ સોંપવાને બહાને તેણે મહિલાઓનો ડેટા ચોરીને પોતાની પાસે લઇ લીધો.. તે પછી તેને થયું કે કંપનીને ડરાવીએ.. કંપનીના અધિકારીઓને સંપર્ક કરીને તેણે પહેલા તેમને ડરાવ્યા અને એને એમ હતું કે કંપની ડરીને તેને પૈસા આપી દેશે પણ એમ થયું નહિ.. કંપનીએ તેને બિલકુલ ભાવ આપ્યો નહિ  એટલે તેના મનમાં બીજી તરકીબ સૂઝી.. કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિગતો શેર કરવી અને બીજા મિત્રોને પણ કહેવું.. અને આ વખતે તેની તરકીબ કામ કરી ગઇ.. સંજયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મુકી કે ઝીવામી કંપની 15 લાખ હિંદુ મહિલાઓનો ડેટા ઇસ્લામિક દેશોને વેચી રહી છે.. અને તે પછી કંપનીના અધિકારીઓએ સામેથી સંપર્ક કરીને સંજયને 3 હજાર ડોલર ચૂકવ્યા.. તેનું મોં બંધ રાખવા માટે...

જો કે આટલાથી સંજયનું મન ભરાયું ન હતું.. તેને જાણે કંપનીને લૂંટવાની તક મળી ગઇ હતી.. અને તેણે વારંવાર કંપની પાસે પૈસાની માગણી કરી.. કંપનીના અધિકારીઓએ હેરાન પરેશાન થઇને પોલીસ ફરિયાદ કરી પોલીસે સંજયની કરમ કુંડળી કાઢતા સામે આવ્યું કે તે પ્રોફેશનલ હેકર છે.. તેની ટ્વીટર પ્રોફાઇલમાં સનાતન સંસ્કૃતિનો એક ફોટો પણ લગાવેલો છે..તેણે તેની ટ્વીટમાં ઝીવામીમાંથી શોપિંગ કરી ચુકેલી તમામ મહિલાઓને પોલીસ ફરિયાદ કરવાનું આહ્વા કરેલું.. સંજયે પોતે ઝીવામીને મેલ કરેલો કે તેણે મહિલાઓનો ડેટા ચોરી કરી લીધો છે.. સંજયે અબજો કરોડ ડોલરનું ટર્નઓવર ધરાવતી ઝીવામી કંપનીને લૂંટવાની યોજના તો વ્યવસ્થિત બનાવી હતી.. પણ તે આખરે એના જ રચેલા ષડયંત્રમાં ફસાઇ ગયો.. પોલીસે હાલમાં તેની ધરપકડ કરી લીધી છે અને કલમ 66- ફેક ન્યુઝ  ફેલાવવા અંગેની કલમ, કલમ 153A અને કલમ 295A જે બંને સાઇબર ક્રાઇમની કલમો છે..  તે હેઠળ તેની સામે કાર્યવાહી થઇ રહી છે.... તો આ સ્ટોરી તો અહી પૂરી થાય છે પરંતુ અહી સવાલ એ ઉભો થાય છે કે જો મહિલા ગ્રાહકોનો ડેટા લીક કરવાના કંપની પરના આરોપો જૂઠા હતા.. તો પછી કંપનીએ શા માટે સંજય સોનીને 3 હજાર ડોલર ચૂકવ્યા?

કંપનીએ ફરિયાદ નોંધ્યા બાદ કાર્યવાહી થઇ અને મામલો થાળે પડ્યો પરંતુ મહિલાઓનો જે ડેટા લીક થયો છે તે ખરેખર થયો કે નહિ તેનો પ્રોપર જવાબ તેની સ્પષ્ટતા ઝીવામીએ કરી નથી.. મુદ્દોએ છે કે ઓનલાઇન શોપિંગ કરતી તમામ મહિલાઓ અને પુરુષોની જે સલામતિ છે તે જોખમમાં છે.. તેમના નામ-સરનામા, બેંકની વિગતો કોઇપણ વસ્તુ કોઇના પણ હાથમાં ગમે તે ઘડીએ જઇ શકે તેનો દુરૂપયોગ  થઇ શકે છે.. અને  પ્રકારના કિસ્સા અટકાવવા  કડક કાયદા હોવા અને બેફામ ફૂટી નીકળેલી ઓનલાઇન શોપિંગની સાઇટ પર  સરકારનું નિયંત્રણ હોવું.. એક પ્રકારનો હસ્તક્ષેપ હોવો એ ખૂબ જરૂરી છે.. મહિલાઓની જેમ ઓફલાઇન સુરક્ષા એ સરકારની જવાબદારી છે એમ જ ઓનલાઇન સુરક્ષા પણ સરકારની જવાબદારીમાં આવે છે..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.