કચ્છમાં મેન્ગ્રોવ્સના જંગલ અને ‘ખારાઈ’જાતીના ઉંટના અસ્તિત્વ પર સંકટ, સંરક્ષણ માટે CAGની ગુજરાત સરકારને તાકીદ


  • Published By :
  • Published Date : 2023-05-30 17:32:16

ગુજરાતમાં કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત ઔદ્યોગિકરણ થયું છે. ભૂકંપ બાદ ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છના કચ્છના મુ્દ્રા, કંડલા, ગાંધીધામ, સામખીયાણી, ભચાઉ, ભૂજ સહિતના વિસ્તારોમાં મોટા ઉદ્યોગો સ્થપાયા છે. જિલ્લામાં મોટા ઉદ્યોગો આવતા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે સમુદ્ર કિનારે ઉદ્યોગો સ્થપાતા કચ્છની ઓળખ સમાન ઉંટની ‘ખારાઈ’ પ્રજાતી તથા મેન્ગ્રોવ્સનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. ‘ખારાઈ’ પ્રજાતીના આ ઉંટ ‘સ્વિમિંગ કેમલ્સ’ તરીકે જાણીતી છે. જમીન અને દરિયાકાંઠાના દ્વિ ઇકોસિસ્ટમમાં રહેતા ‘સ્વિમિંગ કેમલ્સ’ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, આ ઉંટ સમુદ્રમાં તરીને મેન્ગ્રોવ્સ ખાવા માટે જાય છે. કચ્છમાં મીઠાના પટ્ટેદારોએ મેન્ગ્રોવ્સનો નાશ કરી દીધો છે.


સત્તાધીશોની મિલિભગતથી મીઠાનો કાળો કારોબાર


કચ્છમાં મીઠાના વેપારીઓ કંડલા દીનદયાળ પોર્ટની જમીન પર દબાણ કરી રહ્યા છે. આ લોકો એટલા શક્તિશાળી છે કે પોર્ટના અધિકારીઓ, વનખાતાના કર્મચારીઓ તથા સ્થાનિક રાજનેતાઓ પણ તેમની ગેરકાયદે ચાલતા મીઠાના કાળા કારોબાર સામે આંખ આડા કાન કરી રહ્યા છે. મીઠાના કારખાના સ્થાનિક રાજકારણીઓની માલિકીના હોવાના આરોપો પણ થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપીને લીઝ બંધ કરી હોવા છતાં પણ આ લોકો ગેરકાયદે મીઠાની ક્યારા બનાવી મોટા પાયે મીઠું પકવે છે. તેમની આ પ્રવૃતિના કારણે મેન્ગ્રોવ્સના ટાપુઓ અને ‘ખારાઈ’ પ્રજાતીના ઉંટોનું અસ્તિત્વ જોખમાયું છે. ગેરકાયદે મીઠું પકવવા માટે તેઓ જેસીબી દ્વારા  મેન્ગ્રોવ્સને હટાવી રહ્યા છે. હવે મેન્ગ્રોવ્સનું નિકંદન નિકળતા મેન્ગ્રોવ્સ ખાઈને જીવતા‘ખારાઈ’ પ્રજાતીના ઉંટો પણ લુપ્ત થવાના આરે છે. રસપ્રદ બાબત તો એ છે કે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે અવાજ ઉઠાવતા નથી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓની ચુપકીદી પણ શંકા ઉપજાવે તેવી છે.


CAGના રિપોર્ટમાં કરાઈ તાકીદ


ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ગુજરાત સરકારને મેન્ગ્રોવનું સંરક્ષણ કરવા અને ઊંટની લુપ્ત થતી ‘ખરાઈ’ જાતિ જે ‘સ્વિમિંગ કેમલ્સ’ તરીકે વધુ જાણીતી છે, જેને બચાવવા માટે કહેવામાં આવ્યું છે.  CAG એ તેના “કોસ્ટલ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને વ્યવસ્થાપનના પ્રદર્શન ઓડિટ” રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) ને ફરજિયાત કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. મેન્ગ્રોવ્સના વિનાશની ભરપાઈ કરવા માટે વનીકરણ અનિવાર્ય છે. CAG એ જણાવ્યું હતું કે, “મેન્ગ્રોવ્સ આ અનોખી જાતિ માટે જીવનરેખા સમાન છે અને મેન્ગ્રોવ્સના વિનાશથી ખરાઈ ઊંટનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે છે. રાજ્ય સરકાર ઊંટોની ‘ખરાઈ’ જાતિને લુપ્ત થતી બચાવવા માટે મેન્ગ્રોવ્સને બચાવવા માટે યોગ્ય પગલાં લઈ શકે છે.” કેગે જણાવ્યું હતું કે, “સમિતિના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, 9,511 મીટર ડેમ બાંધવામાં આવ્યો હતો અને તે સમયે લગભગ 117 હેક્ટર મેન્ગ્રોવ્સનો નાશ કરવામાં આવ્યો હતો.” CAG દ્વારા કરવામાં આવેલા ઓડિટ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ન તો વન વિભાગ કે ન તો GCZMA એ NGTના આદેશો પર કોઈ પગલાં લીધાં નથી, જેમાં મેન્ગ્રોવ્સનું પુનઃસ્થાપન અને ડેમ હટાવવાનો સમાવેશ થાય છે.


મેન્ગ્રોવના વિનાશ અંગે  NGT સમક્ષ અપીલ


રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં દેશના ટોચના ઓડિટરને જાણવા મળ્યું છે કે, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA)ને કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન (KCBA) તરફથી ભુજથી નાની-ચિરાઈમાં મેન્ગ્રોવ્સના મોટા પાયે વિનાશ અંગે ફરિયાદ મળી હતી. અને ભચાઉ તાલુકાના મોતી-ચિરાઈ વિસ્તારોમાં મીઠાના પાન પટેદારો દ્વારા ફેબ્રુઆરી 2018 માં, ફરિયાદ કરવા ઉપરાંત, KCBA એ મેન્ગ્રોવના વિનાશ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ અપીલ (માર્ચ 2018) પણ દાખલ કરી હતી. 11 સપ્ટેમ્બર, 2019ના રોજ, NGTએ વન અને પર્યાવરણ વિભાગને છ મહિનાની અંદર મેન્ગ્રોવ્સને પુનઃસ્થાપિત કરવા માટેનો આદેશ આપ્યો હતો. તેમણે વિભાગ, GCZMA અને મહેસૂલ વિભાગને આદેશના એક મહિનાની અંદર સ્થળનું નિરીક્ષણ કરવા, અવરોધ દૂર કરવા અને પર્યાવરણને નુકસાન અને પુનઃસ્થાપનના ખર્ચની વસૂલાત કરીને ડિફોલ્ટર્સ સામે પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ, GCZMA એ સાઇટ્સનું વિશ્લેષણ કરવા માટે જુલાઈ 2020 માં એક સમિતિની રચના કરી હતી. 


કઈ રીતે થાય છે મેન્ગ્રોવ્સ સફાયો


ઉદ્યોગો સામાન્ય રીતે સમુદ્ર વિસ્તારની કુદરતી ખાડીને અવરોધે છે અને એવા બંધો બનાવે છે જે કુદરતી ભરતીના પાણીને અંદર આવવા દેતા નથી. સમુદ્રના પાણીનો અભાવ મેન્ગ્રોવ્સને સૂકવી નાખે છે, અને એકવાર આવું થાય, તો ભારે મશીનરી માટે મેન્ગ્રોવ્સને જડમૂળથી ઉખેડી નાખવાનું સરળ બને છે જેથી મીઠાના મોટો ક્યારા બનાવવામાં સુવિધા રહે છે. જેટીઓ પણ આ જ કરે છે, તે ઊંટોના પાણીના કાયમી માર્ગને કાયમ માટે અવરોધે છે. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર કચ્છમાં જ  મેન્ગ્રોવ્સ 798 ચો. કિ.મી.માં ફેલાયેલા છે જે દેશના કુલ વિસ્તારનો 15 ટકા છે. ઉપરાંત દેશમાં સૌથી વધારે ચેરીયાના જંગલ ધરાવતા ત્રણ જિલ્લામાં પણ કચ્છનું નામ આવે છે. દેશમાં સુંદરવન બાદ કચ્છમાં સૌથી વધારે મેન્ગ્રોવ્સ જોવા મળે છે.


‘ખારાઈ’ઉંટોના અસ્તિત્વ પર જોખમ


મેન્ગ્રોવ્સ અને ‘ખારાઈ’ પ્રજાતીના ઉંટોના સંરક્ષણ માટે બિન-સરકારી સંસ્થા સહજીવન સતત કામ કરી રહી છે. આ સંસ્થાના જણાવ્યા પ્રમાણે કચ્છમાં પાંચ વર્ષ પહેલાં 2,200 ખારાઈ ઊંટ હતા જે 2018માં ઘટીને 1,800 થઈ ગયા. ગુજરાતમાં હવે આશરે 4,500 ખારાઈ ઊંટ હોવાનો અંદાજ છે, જેમાંથી 40 ટકા તો માત્ર કચ્છમાં જ છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...