મણિપુર હિંસા: ‘આપ’નું બંધનું એલાન, ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં આજે સજ્જડ બંધ


  • Published By :
  • Published Date : 2023-07-23 15:31:41

આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આપેલા બંધના એલાન બાદ આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું હતું, મણિપુરની હિંસાને મુદ્દે આજે તમામ આદિવાસી વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યું. મણીપુરમાં અઢી મહિનાથી હિંસા ચાલી રહી છે, તેને રોકવા માટે સરકાર પગલા લે તે આશા સાથે બંધ પાડવામાં આવ્યો હતો. બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી સહિત અનેક સંગઠનોએ સમર્થન જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મણીપુરમાં બે મહિલાઓ સાથે જે બર્બરતા આચરવામાં આવી તેને જોઈને આખો દેશ હચમચી ગયો હતો.


14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ 


મણીપુરમાં થયેલી આ ઘટનાના વિરોધમાં અમે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે 14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આ બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, બિટીપી પાર્ટી સહિત અનેક પાર્ટી તથા રાજકીય લોકોએ સમર્થન આપ્યું હતું. આના સિવાય ખેડૂત સંગઠન, સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન, વેપારી સંગઠન સહિત તમામ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. અમે આ સહુ સંગઠન અને તમામ લોકોનો આભાર માનીએ છીએ.


ચૈતર વસાવાએ શું કહ્યું?


આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું, તે બાબત પર મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે, મણિપુરમાં અઢી મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60,000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે. અને ગામેગામ આગમાં બાળી નાખવામાં આવ્યા છે. કૂકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યું હતું. 100થી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાને જોઈને આખો દેશ હચમચી ગયો છે. પરંતુ દેશના રાષ્ટ્રપ્રધાન એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. આ સિવાય દેશના વડાપ્રધાન, મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની અને ગૃહ મંત્રી પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. મણીપુરના મુખ્યમંત્રીએ તો તેમ કહી દીધું કે "મણિપુરમાં આવી હજારો ઘટના ઘટી છે, એટલા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે." તો મારે તેમને એટલું જ કહેવું છે કે જો તમે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અમે મણીપુરના રાજ્યપાલને પણ કહીએ છીએ કે તમે પણ રાજીનામું આપી દો.


ભારત બંધના એલાનની ચિમકી


આપના નેતા ચૈતર વસાવાએ જાહેરાત કરી હતી કે અમને આશા છે કે સરકાર મણીપુરમાં હસ્તક્ષેપ કરી અને ત્યાં થઈ રહેલ હિંસાને અટકાવશે. જો સરકાર દ્વારા મણીપુર હિંસા બાબતે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અમે સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં બંધનું એલાન પણ આપી શકીશું અને રસ્તા પર ઉતરવાની જરૂરત પડી તો અમે રસ્તા પર પણ ઉતરીશું. અને જો દિલ્હીમાં જંતર મંતર પર ધરણા પર બેસવું પડ્યું તો લાખોની સંખ્યામાં જંતર મંતર પર આવીને વિરોધ પણ કરીશું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે