મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા બાદ 'INDIA' ગઠબંધનના 21 સાંસદો દિલ્હી પહોંચ્યા, રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપી કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-07-30 17:30:18

'INDIA'ના ગઠબંધનના સાંસદો રવિવારે મણિપુરથી આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારતના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવન ખાતે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું હતું અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે વાતચીત દરમિયાન સૂચન કર્યું કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવે.


હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત


વિપક્ષી મહાગઠબંધનનું 21-સાંસદોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં 4 મેથી ચાલી રહેલી જાતિય હિંસાનો ભોગ બન્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ 21 સાંસદોએ તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. મણિપુરની પરિસ્થિતિ પર અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પીડા વ્યક્ત કરી હતી.


ભાજપે વિપક્ષ પર લગાવ્યો દેખાડાનો આરોપ


ભાજપે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના સાંસદોની મણિપુરની મુલાકાતને દેખાડો અને રાજકીય પ્રવાસ ગણાવ્યો હતો. ભાજપના નેતા અજય આલોક પર નિશાન સાધ્યું હતું. આલોકે મીડિયાને જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ પ્રવાસન માટે મણિપુર ગયું હતું. તેઓ સંસદમાં ચર્ચા કરી શકતા નથી, મણિપુરમાં તેઓ શું આંકલન કરશે? તેમણે માત્ર પોતાના રાજકીય લાભ માટે મણિપુરની મુલાકાત લીધી છે. સંસદમાં મણિપુર પરની ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, વિપક્ષને ગમે ત્યાં જવાનો અધિકાર છે. પરંતુ, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેઓ શા માટે મણિપુર દોડી રહ્યા છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે