Manipur Violence : હિંસા શાંત થવાને બદલે વધુ ભડકી, પ્રદર્શનકારીઓએ BJP કાર્યાલયને આગને હવાલે કરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-28 14:36:24

મણિપુરમાં હિંસા વધતી જઈ રહી છે. ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. ફોટો વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી છે. હાલત અતિશય ખરાબ થઈ રહ્યા છે. વિવાદ શાંત થવાની બદલીમાં વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરી એક વખત લગાવી દેવામાં આવ્યો છે. અશાંત રાજ્ય તરીકે મણિપુરને ઘોષિત કરવામાં આવ્યું છે. ફોટો વાયરલ થયા બાદ મણિપુરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે 27 સપ્ટેમ્બરે પ્રદર્શનકારીઓએ બીજેપી કાર્યાલયને આગને હવાલે કરી દીધી છે.  


વિદ્યાર્થીઓના ફોટા વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી 

ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસાના સમાચાર તમે સાંભળતા હશો. મણિપુરથી જે સમાચાર સામે આવતા હોય છે તે ભડકેલી હિંસાના જ હોય છે. મૈતેઈ સમુદાયની માગ બાદ આ આખો મામલો ઉગ્ર બન્યો. અનેક મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. આ આખી ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મામલો હજી શાંત પણ પડ્યો ન હતો ત્યારે તો વાયરલ ફોટાએ બળતા ઘી હોંમવા જેવું કામ કર્યું. ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો વાયરલ થયા. આ વાતને કારણે ફરી એક વખત હિંસા ભડકી ઉઠી. 

Manipur, cm biren singh, Manipur violence

બીજેપી કાર્યાલયને પ્રદર્શનકારીઓ કરી આગને હવાલે 

રોષે ભરાયેલા લોકોએ, પ્રદર્શનકારીઓએ 27 સપ્ટેમ્બરે  થૌબલ જિલ્લા સ્થિત ભાજપના કાર્યાલયને આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષા બળો ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં સુધી આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ઓફિસમાં રાખેલા ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઓફિસને તો આગ લગાડી પરંતુ મેઈન ગેટ અને બારીઓને પણ તોડી દીધી. મહત્વનું છે કે જૂન મહિનામાં બીજેપીની ત્રણ ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આગને હવાલે ઓફિસને કરી દેવામાં આવી હતી. 


અશાંત ક્ષેત્ર તરીકે મણિપુરને કરાયું ઘોષિત

મણિપુરમાં ભડકેલી હિંસાને જોતા રાજ્ય સરકારે 27 સપ્ટેમ્બરે આખા રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી દીધું હતું. કાયદા કાનૂનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો વણસી રહેલી હિંસાને કાબુમાં લાવવા માટે સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. સરકારે અનેક વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યું છે. 


મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન 

વિદ્યાર્થીના ફોટો સામે આવ્યા બાદ હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મૃતદેહો ક્યાં છે તે જાણી શકાયું નથી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરક્ષા બળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેને કારણે અનેક લોકો ઈજાગસ્ત પણ થયા હતા. સારવાર માટે તેમને નજીકના હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વાળો મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. દોષિતોને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે તેવું આશ્વાસન મણિપુરના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વિપક્ષ દ્વારા અનેક વખત પીએમ મોદીના મૌનને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.  





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.