Manipur Violence : ફરી ભડકે બળ્યું મણિપુર, ઈન્ટરનેટ સેવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો કયા મુદ્દાને લઈ ભડકી હિંસા?


  • Published By :
  • Published Date : 2023-09-27 11:27:45

મણિપુરમાં થોડા મહિનાઓ પહેલા ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે મૈતેઈ સમુદાયના લોકોએ એવી માગ કરી કે તેમનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે. આ માગને લઈ વિવાદ વધ્યો. મેતૈઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસાનો માહોલ વ્યાપી ઉઠ્યો. આખો ઘટનાક્રમ શું હતો તે સૌ જાણે છે. સ્થિતિ ઘણા સમય સુધી સામાન્ય ન થઈ હતી. મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે જ્યારે બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે. જેને કારણે મણિપુરમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

  

બે ઘટનાઓને કારણે ફરી ભડકી હિંસા!

થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં બે સ્ટુડન્ટની હત્યા થઈ હતી. ફરી એક વખત મણિપુરમાં હિંસા ભડકી ઉઠી છે. બે વિદ્યાર્થીઓની હત્યાની તપાસ કરવા સીબીઆઈ આજે મણિપુર જવાની છે. આ બધા વચ્ચે મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કામ કરી રહી છે. દોષીઓને છોડવામાં નહીં આવે અને આરોપીઓને તરત પકડી લેવામાં આવશે. મણિપુરમાં ભડકેલી હિંસા પાછળ બે ઘટનાઓ જવાબદાર છે. એક ઘટના 23 સપ્ટેમ્બરની છે અને બીજી ઘટના 26 સપ્ટેમ્બરની છે. 

મેરી કોમે પીએમ મોદીને કરી અપીલ, 'સળગી રહેલા મણિપુરને બચાવો'

સોશિયલ મીડિયા પર ફરતા થયા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા 

23 સપ્ટેમ્બરની ઘટનાની વાત કરીએ તો ઈન્ટનેટ સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટતા જ બે સ્ટુડન્ટના મૃતદેહનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો સામે આવ્યો હતો તેમાં બંને વિદ્યાર્થીઓ જમીન પર પડેલા દેખાતા હતા. મહત્વનું છે કે આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ હજી સુધી નથી મળ્યા. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે તેઓ એક સીસીટીવી કેમેરાના ફુટેજમાં દેખાયા હતા જે જુલાઈ મહિનાના હતા. પરંતુ તે બાદ તે ક્યાં ગયા, તેમની સાથે શું થયું તે જાણી શકાયું નથી. 


વિદ્યાર્થીઓ અને શિક્ષકો થયા હતા ઈજાગ્રસ્ત 

બીજી ઘટના 26 સપ્ટેમ્બરના દિવસે બની જ્યારે વિદ્યાર્થીઓ અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં અંદાજીત એક શિક્ષક તેમજ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બે વિદ્યાર્થીઓના મોતનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ઘર્ષણ થયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી ઈન્ટરનેટ સેવા પર ફરી એક વખત રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. 1 ઓક્ટોબર સુધી આ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  ત્યારે આ મામલે હવે સીબીઆઈ તપાસ કરવાનું છે તેવી જાણકારી સામે આવી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને આરોપીઓને છોડવામાં નહીં આવે.

  


વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા હતા સવાલ 

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા કાંઈ આજની વાત નથી. ઘણા લાંબાથી મણિપુર ભડકી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે પીએમને અનેક લોકોએ રજૂઆત કરી. મેરી કોમએ પણ પીએમ મોદીને અપીલ કરી હતી કે મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કાબુ લાવવા અપીલ કરી હતી. તે સિવાય પણ અનેક લોકોએ, રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને અપીલ કરી હતી. સંસદમાં પણ મણિપુરનો મુદ્દો ઉઠતો હતો ત્યારે હંગામો થતો હતો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. વિપક્ષી પાર્ટીઓએ એક સવાલ પૂછ્યો હતો કે મણિપુર સ્થિતિ પર પીએમ મોદી મૌન કેમ છે.   




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.