સિસોદિયાને કોઈ રાહત નહીં, જામીન નામંજુર કરતા કોર્ટે કહ્યું "તે જ શરાબ કૌંભાડના માસ્ટર માઈન્ડ"


  • Published By :
  • Published Date : 2023-04-03 15:47:43

દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશીબત હજુ પણ યથાવત છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી દીધી છે, કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. જો કે કોર્ટે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરતા જે ટિપ્પણી કરી તે જાણીને સૌને આશ્ચર્ય થયું છે.


કોર્ટે કાઢી ઝાટકણી


દિલ્હી કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવીને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તેમને લાંચ તરીકે 90 થી 100 કરોડ રૂપિયા મળવાના હતા. પોતાના 34 પાનાના આદેશમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વિશેષ અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે તમામ પુરાવા આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધ છે. આ પુરાવા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સિસોદિયા ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા હતા.


પુરાવા સાથે ચેડાં કરી શકે


પોતાના 34 પાનાના ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને છોડી શકે નહીં. તેને લાગે છે કે જો સિસોદિયાને જામીન મળે તો તે બહાર જઈને તે રમત રમી શકે છે. તેઓ પુરાવા સાથે ચેડાં કરવા સાથે કેસ સાથે સંબંધિત મહત્વની કડીઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હજુ સુધી સીબીઆઈએ કેસની તપાસ પૂર્ણ કરી નથી. તેથી તેઓને છોડી શકાય નહીં.


સાઉથની લોબીના લાભ માટે કર્યો ખેલ


જજ એમકે નાગપાલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીનું દારૂ કૌભાંડ સામાન્ય લોકોને મોટા પાયે અસર કરે છે. દારૂની નીતિ ઘડતી વખતે સિસોદિયાએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે તે ઘણા લોકો સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આ કૌભાંડ આર્થિક અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે આ આખો ખેલ દક્ષિણની લોબીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમના લાભ માટે નિયમો તોડવામાં આવ્યા હતા. લાંચની રકમમાંથી 20-30 કરોડ રૂપિયા વિજય નાયર, અભિષેક બોઈલપલ્લી અને અભિષેક અરોરા દ્વારા ફરતા હતા. કોર્ટે કહ્યું કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અમુક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે રમત રમ્યા હતા. તેઓ દારૂના અમુક વેપારીઓને ફાયદો કરાવવા માંગતા હતા. આ માટે તેણે તમામ નિયમો તોડી નાખ્યા અને તેને ટ્વિસ્ટ કર્યા. દક્ષિણની લોબી સાથે તેમની સાંઠગાંઠ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે