CBIને બેંક લોકરમાંથી કાંઈ ન મળ્યું, રાજકીય ષડયંત્રનો મનીષ સિસોદિયાનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 15:10:15

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી.  સીબીઆઈની તપાસ પુર્ણ થયા બાદ  મનીષ સિસોદિયાએ કહ્યું  કે સત્યની જીત થાય છે. સીબીઆઈની ટીમને લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. સીબીઆઈ પર પીએમ મોદીનું દબાણ છે, કોઈ પણ રીતે મનીષ સિસોદિયાને જેલમાં નાખો. એક રૂપિયાની પણ હેરાફેરી કરી નથી. સિસોદિયાએ વડા પ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું કે મને આનંદ છે કે તેમણે મારા ઘર પર દરોડો પડાવ્યો, જોકે મારા બેંક લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. આ બાબત પુરાવો છે કે પીએમની તપાસમાં હું અને મારો પરિવાર અણીશુધ્ધ સાબિત થયા.    


મનીષ સિસોદિયા એમને તેમની પત્ની ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં તપાસ માટે ગયા હતા. સીબીઆઈની ટીમ પણ અહીં હાજર હતી. તે જ સમયે, લોકરની તપાસ પૂર્ણ થયા પછી, તેમણે મીડિયાની સામે આવીને આ નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલને આગળ વધતા રોકવા માટે તેમને એક ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 


સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા  કહ્યું કે આ માત્ર તેમના દબાણથી થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.


અધિકારીઓ પણ સહમત છે કે અમે કંઈ ખોટું કર્યું નથીઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમના નોકર સિવાય સીબીઆઈએ ઘર અને અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. અંતે તેમણે એમ પણ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે CBI તપાસમાં સામેલ અધિકારીઓ પણ માને છે કે મનીષ સિસોદિયાએ કંઈ ખોટું કર્યું નથી. તેમણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે અને પોતાના વતી ક્લીનચીટ આપી હતી.


લીકર પોલીસી કેસમાં તપાસ 


નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ શરાબ નીતિમાં ગેરરીતિના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટમાં સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા પાસે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.