જાહેર મંચ પર મનસુખ વસાવા અને ચૈતર વસાવા આવશે આમને-સામને, નનામી પત્ર મુદ્દે ગરમાઈ રાજનીતિ, નેતાઓએ ચેલેન્જનો સ્વીકાર કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-31 17:26:40

નર્મદા જિલ્લાનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભરૂચના સાસંદ મનસુખ વસાવાએ થોડા સમય પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેમને એક નનામી પત્ર મળ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં ચૈતર વસાવા સહિત અનેક નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા.

 

ચૈતર વસાવાની જમાવટ સાથે થઈ હતી ટેલિફોનિક વાત


મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આપી ખુલ્લી ચેલેન્જ!

ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમંચ પર ચર્ચા કરવા ખુલ્લી ચેલેન્જ કરી હતી. ચૈતર વસાવાએ એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તમે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિયો છે. તેમણે કહ્યું કે પત્ર મળ્યા પછીના 3 દિવસમાં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે તમારી અધ્યક્ષતામાં જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાટાર અંગેની ખુલ્લી ચર્ચા કરવામાં આવે. 


જો આક્ષેપો સાચા નહીં થાય તો ચૈતર વસાવા જશે કોર્ટ!

જમાવટની ટીમે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ટેલિફોનિક સંવાદમાં તેમણે છોટુ વસાવાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચૈતર વસાવા મનસુખ વસાવા પાસેથી એ વાતનો ખુલાસો માગી રહ્યા છે કે કયા આધારે મનસુખ વસાવા તેમની પર આવા આક્ષેપો લગાવી રહ્યા છે. જો પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો તે કોર્ટમાં જશે. મનસુખ વસાવા જ્યાં અને જ્યારે કહેશે ત્યારે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છીએ. 


મનસુખ વસાવા આ જગ્યા પર કરશે આ મુદ્દે ચર્ચા  

થોડા સમય બાદ જ મનસુખ વસાવાએ આ મામલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે ચર્ચા કરવા માટેનો સમય અને સ્થળ આપ્યું હતું. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવા દ્વારા અનેક આરોપ મૂકીને જનતાને ગુમરાહ કરવાનું કાર્ય થાય છે. ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરેલ ઓપન ડિબેટ કરવા અર્થે હું તારીખ પ્રથમ એપ્રિલ, શનિવાર આવતીકાલે રાજપીપળાના ગાંધી ચોક પર 10 વાગ્યે હાજર રહીશ. જેમને કોઈ પણ પ્રશ્ન હશે તે બધાનો જવાબ મળશે.


ચૈતર વસાવાએ ચેલેન્જનો કર્યો સ્વીકાર 

મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલી ટ્વિટ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે ભાજપના સાંસદ શ્રી મનસુખ વસાવા દ્વારા આપેલ તારીખ, સ્થળ, અને સમયનો સ્વીકાર કરી આવતીકાલે શનિવારના રોજ હું હાજર રહીશ. મારા મતવિસ્તારની જનતાને પણ ડિબેટમાં હાજર રહેવા આમંત્રણ આપું છું સાથે સાથે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપું છું.


બંને નેતાઓની ચર્ચા બનશે ટોક ઓફ ધી ટાઉન! 

મહત્વનું છે આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ સીટો પર ઉમેદવાર ઉતારવામાં આવશે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા છે એવું નથી. અનેક વખત તેઓ ચર્ચામાં આવતા રહે છે. તો બીજી તરફ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે  કાલે વસાવા Vs વસાવા વચ્ચે થનારી ચર્ચા ખૂબ રસપદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે સાચે આ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થાય છે કે જનતા એપ્રિલ ફૂલ બનશે.     



શક્તિસિંહ ગોહિલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે મતદાતાઓને જાગૃત થવા અપીલ કરી છે. જો દબાણ હેઠક વોટ કરાવવામાં આવે તો તેનું રેકોર્ડિંગ કરવામાં આવે અને કોંગ્રેસને મોકલવામાં આવે તેવી અપીલ કરી છે..

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...