Mansukh Vasavaએ Isudan Gadhviને લલકાર્યા તો Radhika Rathvaએ Mansukh Vasavaને લઈ કહી દીધી આ વાત! સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-09 15:28:14

વસાવા Vs વસાવાની જંગ વિશે તો આપણે જાણીએ છીએ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા હોય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘણા સમયથી ચૈતર વસાવા ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બધા વચ્ચે મનસુખ વસાવાનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. 

રાધિકા રાઠવાએ મનસુખ વસાવા અંગે કહી આ વાત! 

મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થતા રહે છે. ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવા અનેક વખત નિવેદન આપતા હોય છે. ન માત્ર ચૈતર વસાવા પર પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવીને લઈ નિવેદન આપ્યું હતું. ઉપરાંત રેશ્મા વસાવાએ તેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં રેશમા વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાનું નામ બદલી મનસુખ મોદી કરી દેવું જોઈએ. ત્યારે આજે રાધિકા રાઠવાએ પણ મનસુખ વસાવાને લઈ નિવેદન આપ્યું છે. તેમાં રાધિકા રાઠવાએ મહિલાઓને લઈ નિવેદન આપ્યું છે.   



વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધ્રોલ ખાતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો...