મનસુખ વસાવા ન બોલવાનું બોલી ગયા! કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ કહ્યું 'ખોટો રૂપિયો મને ન ખપે' તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-30 13:35:28

વસાવા vsવસાવાની લડાઈ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. વાત થઈ રહી છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની.મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘરફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરૂદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા. જ્યારે ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ ભાઈનો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે. 

આ રહ્યો એ નનામી પત્ર જેના કારણે મનસુખ વસાવા ભડક્યા.


નનામી પત્ર અંગે મનસુખ વસાવાએ કહી આ વાત!

નર્મદા જિલ્લાનું રાજકારણને હમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં વસાવા  vs વસાવાનો જંગ એટલો રસપ્રદ છે કે હમેશાંના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન હેડલાઈન્સ બની રહે છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ દેખાયા હતા.  સાંસદની હાજરીમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં સાંસદે કહ્યું કે બાઈલા લોકો સામે ના બોલી શકે એટલે નનામી પત્રો લખે છે.

કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે - મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કહ્યું કે  મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. એટલું જ નહીં એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.  


ચૈતર વસાવાએ જમાવટ સાથે કરી વાત 

આ અંગે ચૈતર વસાવા સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે મનસુખ વસાવાના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ ભાઈનો આખો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે એ ખોટા રાજા હરિશ્ચંદ્ર બને છે. મનસુખ વસાવાને સાંસદીય ભાષા ખબર પડતી નથી તો આવી બિનસાંસદીય ભાષાનો ઉપયોગ કરે છે. અમારે તેમન શીખવાડવાનું હોય કે સંસદીય ભાષા શું છે?    


નેતાઓએ બનાવ્યા હતા એપ્રિલફૂલ!

મહત્વનું છે કે જ્યારે નનામી પત્ર અંગે પત્ર ચર્ચા કરવામાં આવવાની હતી ત્યારે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમાવટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ છેલ્લા સમયે તેમણે કહ્યું કે અમે તો એપ્રિલફૂલ બનાવ્યા હતા. ચર્ચા થાય તે પહેલા જ કહી દીધું હતું કે આ તો રાજનેતાઓ છે ગમે ત્યારે કહી શકે છે કે અમે એપ્રિલફૂલ બનાવી રહ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે