યુવાનોમાં વધતા Heart Attackના કિસ્સાઓને જોતા અનેક ગરબા સંચાલકોએ કરી આ પહેલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-02 15:19:42

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ અનેક એવા યુવાનો છે જેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકે સાવચેતીના પગલા લેવાની વાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટમાં ગરબા સંચાલકોએ નિર્ણય લીધો છે કે પોલીસની સાથે ડોક્ટરની ટીમ પણ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ રહેશે તૈનાત 

છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાજા દેખાતા લોકો ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ હોતી નથી. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. થોડા દિવસ પહેલા જામનગરમાં ગરબાની પ્રેક્સિટસ કરી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું. તે પહેલા પણ આવો કિસ્સો સામે આવ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. ગરબાની રમઝટ ખેલૈયાઓ બોલાવશે. ત્યારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા ગરબા સંચાલકોએ આ નિર્ણય લીધો છે કે ગરબાના ગ્રાઉન્ડ પર ડોક્ટરો પણ હાજર રહેશે. 

અમદાવાદના સૌથી પ્રખ્યાત ગ્રાઉન્ડ GMDCમાં આ કલાકારો બનાવશે ગરબા માટેનો માહોલ  – Revoi.in

The organizers of the ancient Garbi said, "If you don't allow it, we will  sing Garba, but to maintain the tradition, we will worship Mataji in  Navratri." | 'મંજૂરી નહીં આપે તો

નવરાત્રી માટે લોકો હોય છે ઉત્સુક 

નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે યુવાનો તત્પર હોય છે. ઘણા સમયથી નવરાત્રીની રાહ ખેલૈયાઓ જોતા હોય છે. લાંબા સમયથી પ્રેક્ટિસ પણ યુવાનોએ શરૂ કરી દીધી હોય છે. પરંતુ થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો હૃદયરોગના શિકાર બની રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ગરબા સંચાલકોએ અનોખી પહેલ કરી છે. ગરબાના ગ્રાઉન્ડ પર ડોક્ટની ટીમ પણ તૈનાત રહેશે. જો કોઈને ડોક્ટરની જરૂર  છે તો તેને સારવાર તત્વરીત મળી રહે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. 


રામ મોકરિયાએ કરી આ અપીલ 

ગરબા દરમિયાન અનેક યુવાનો એવા સ્ટેપ કરતા હોય છે, લોકોમાં તાન ચઢી જતો હોય છે. હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોતા ખેલૈયાઓને રામ મોકરીયાએ એક અપીલ કરી છે. નવરાત્રીનો પર્વ છે માતાજીની પૂજા કરવાના દિવસો છે. કોમ્પીટિશનમાં એવા સ્ટેપ ના કરે જેને કારણે દિલને સ્ટ્રેસ રહે.    



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.