મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ પાસ, 10% રિઝર્વેશન મંજુર, મનોજ જરાંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2024-02-20 16:03:22

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે.  


મંત્રી છગન ભુજબળ કર્યો હતો વિરોધ

 

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપી છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી. 


મરાઠા અનામતની મહત્વની વાતો


મરાઠા સમાજની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ભાગી દારી ઓછી છે, તેથી તેમને પુરતી ભાગીદારી આપવાની જરૂર છે.


મરાઠા સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત જાહેર કરવામાં આવે છે.


સર્વેની રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરાઠા સમાજ સામાજીક દ્રષ્ટીએ પછાત છે


રિપોર્ટની સ્ટડી કર્યા બાદ જાણવા મળ્યું છે કે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ મરાઠા સમાજની ઓળખ નિમ્ન સ્તરની છે.


મરાઠા સમાજની વસ્તી રાજ્યની કુલ જનસંખ્યાના 28 ટકા જેટલી છે. 


કુલ 52 ટકા અનામતમાં  અનેક મોટી જાતિઓ અને વર્ગના લોકો પહેલાથી જ સામેલ છે. આ સ્થિતીમાં 28 ટકા જનસંખ્યાવાળો સમાજ અન્ય પછાત વર્ગમાં રાખવો તે અસમાનતા હશે. એટલા માટે આ સમાજને અલગથી અનામતની જરૂરીયાત છે. 


મનોજ જરાંગે પાટીલ કેમ છે નારાજ?


મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange)એ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને ચેતવણી આપી છે. ભૂખ હડતાલ પર ઉતરેલા મનોજ જરાંગેએ કહ્યું કે અમારી સાથે ષડયંત્ર થયું છે. અમે મરાઠા માટે સ્વતંત્ર અનામત નહીં પણ ઓબીસી હેઠળ અનામતની માગ કરી હતી. જો સરકાર આ મામલે કોઈ સમાધાન નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...