મરાઠા અનામત: મનોજ જરાંગે શરૂ કરી ભૂખ હડતાળ, કહ્યું- માંગ નહીં સંતોષાય તો કાલે મુંબઈ સુધી માર્ચ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-26 22:24:21

મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે પગપાળા કૂચ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે મુંબઈ તરફ નહીં જાય. હાલ તેઓ નવી મુંબઈમાં જ રહેશે. જરાંગે મહારાષ્ટ્ર સરકારને આજે રાત સુધીમાં મરાઠા આરક્ષણ અંગે સરકારી ઠરાવ (GR) જારી કરવા જણાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા GR જારી કરવામાં નહીં આવે તો મરાઠાઓ આવતીકાલે શનિવારે સવારે મુંબઈ તરફ કૂચ કરશે. જરાંગે આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈમાં ઉપવાસ શરૂ કર્યા છે.


કાલે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન 


મનોજ જરાંગ પાટીલે મરાઠા સમુદાયના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ. અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100% હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું. સરકારે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવો પડશે. સરકાર આજે સાંજ સુધીમાં શિક્ષણ અંગે નિર્ણય કરે. અમે અમારા સંઘર્ષને કારણે કોઈ મુંબઈકરને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. ઉલ્લેખનિય છે કે મનોજ જરાંગે 20 જાન્યુઆરીએ  અનામતની માંગ સાથે પોતાના હજારો સમર્થકો સાથે જાલનાથી નીકળ્યા હતા. તેમની કૂચ 26 જાન્યુઆરીએ વાશી પહોંચી હતી. અહીં તેમણે પોતાની માંગણીઓ માટે ફરી ભૂખ હડતાળ શરૂ કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મરાઠા લોકો એકઠા થવાની આશા છે. જો કે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પ્રશાસન તરફથી પરવાનગી મળી નથી. તેમણે બુધવારે કહ્યું હતું કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે અને આરક્ષણ વિના અહીંથી પાછા નહીં જાય.


શું છે મનોજ જરાંગેની માંગ?


મનોજ જરાંગેની માંગ છે કે મરાઠા સમાજના લોકો OBC હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


મનોજ જરાંગેની પહેલી માંગ છે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.


અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ.


જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે.


મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે