મહારાષ્ટ્રમાં ફરી ભડકી મરાઠા અનામત આંદોલનની આગ, ટોળાએ NCP અજિત પવાર જૂથના MLAના ઘરને આગ ચાપી


  • Published By :
  • Published Date : 2023-10-30 15:30:54

મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે, આ વર્ષે ઓગસ્ટથી શરૂ થેયેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. મરાઠા અનામતની માગ કરી રહેલા લોકોએ સોમવારે બિડ જિલ્લામાં માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસ પર પથ્થરમારો કર્યા બાદ આગ ચાંપી હતી. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી. હાલ ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


MLA પ્રકાશ સોલંકેએ શું કહ્યું?


ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે બપોરે દેખાવકારોએ મારા ઘરમાં આગ લગાવી હતી, જ્યારે પથ્થરમારો અને આંગ ચાંપી તે સમયે હું  મારા ઘરમાં પરિવારજનો સાથે જ હાજર હતો. જો કે મારા પરિવારજનો અને સુરક્ષાકર્મીઓને કોઈ નુકસાન થયું નથી. તમામ લોકો સુરક્ષિત છે. વિરોધ પ્રદર્શકોએ મારી ઓફિસ અને ગાડીઓેને પણ છોડી નથી. તેને પણ આગને હવાલે કરી હતી. મારી પ્રોપર્ટીને જબરદસ્ત નુકસાન થયું છે. 


શા માટે પ્રકાશ સોલંકેને નિશાન બનાવ્યા?


પ્રકાશ સોલંકે અજિત પવાર જુથના ધારાસભ્ય છે, તેઓ બીડની માંજલગાવ વિધાનસભા સીટથી એનસીપીની ટિકિટ પર ચૂંટાયા હતા. સોલંકેની તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેને લઈને ટિપ્પણી કરતા સાંભળવા મળે છે.  આ જ કારણે આદોલનકારીઓએ ધારાસભ્ય પ્રકાશ સોલંકેથી નારાજ હતા અને તેમણે ઘર અને ઓફિસને નિશાન બનાવી હતી. ઉલ્લેખનિય છે કે મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ પણ મનોજ જરાંગેને અપીલ છે કે "અમને થોડો સમય આપો, સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, તેમને દવા અને પાણી લેવા અપીલ છે."


શિવસેના સાંસદે આપ્યું રાજીનામું


મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (29 ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું લોકસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યું નથી, પરંતુ રાજીનામું પત્ર વાયરલ થઈ રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે