શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની માતા રડતી રહી, ચેક સોંપવા ગયેલા મંત્રીએ ફોટો પડાવી સંમતિ આપી, રાજકીય પાર્ટીઓએ કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-11-25 17:00:50

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી સાથે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. પાંચ જવાનો શહીદ થતા તેમના પરિવારમાં તો શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે પરંતુ દેશના લોકોમાં આ ઘટનાને લઈ દુખ વ્યાપી ઉઠ્યું છે. દેશે પોતાના પાંચ વીર જવાનો ખોઈ દીધા છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા વ્યવહારને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે વખોડી છે.  

કેબિનેટ મંત્રીનો ચેક આપતો વીડિયો વાયરલ 

આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા છે. શહાદતના સમાચાર સાંભળતા જ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હશે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હશે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા આગ્રાના રહેવાસી કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. શુભમ ગુપ્તાના શહીદ થવાથી આગ્રામાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે. ઘરે આશ્વાસન કરનારાઓનો ધસારો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા.જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શહીદ જવાનની માતા રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું પ્રદર્શન ન કરો, મારે ચેક નથી જોઈતો મારે તો મારો લાલ જોઈએ છે. 

સોશિયલ મીડિયા પર મૂકવા માટે નેતાઓ પડાવે છે ફોટા! 

આજના સમયમાં રાજકીય નાટક કરવા એટલે ફોટા પડાવવા.નેતાઓ પીડિત અને રડતા પરિવારના સભ્યો પાસે જાય છે. અને ચેક અથવા રકમ આપે છે ભલે તે રડતા અને દુઃખી પરિવારના સભ્યો ફોટા પહેલા લેવાના જેથી ખબર પડેને કે અમે ગયા હતા… આ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી નેતાઓ ફાંકાઈ મારતા હોય છે કે જનતા જનાર્દન, જુઓ, અમે જ સૌપ્રથમ હતા, અમે સૌ પ્રથમ કાળજી લીધી, અમે સૌ પ્રથમ સહાયતા આપી. આ બધા વચ્ચે પીડિતના પરિવારની લાગણી કેવી હશે એ સમજવા માટે આ લોકોમાં અંતરાત્મા નથી હોતો આમનો અંતરાત્મા તો મરી પરવાર્યો હોય છે.

શહીદની માતા ધ્રુસકને ધ્રુસકે રડી પડી!

નેતાઓએ શહીદની રડતી માતા સાથે જબરદસ્તી ફોટો પડાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે ગમગીન માહોલમાં ડૂબેલા ઘરના દરવાજે મંત્રીજી ફોટો પડાવવા પહોંચ્યા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શહીદ કેપ્ટનની માતાએ ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માતાના ના પાડ્યા બાદ 50 લાખનો ચેક પિતાને સોંપવામાં આવ્યો હતો. યોગી સરકારની જાહેરાત મુજબ શહીદ શુભમ ગુપ્તાના નામ પર તેમના શાહિદ જવાનના ગામમાં સ્મારક બનાવવામાં આવશે. પરિવારને સાંત્વના આપ્યા બાદ ગૃહની બહાર નીકળ્યા મંત્રી. તેમણે કહ્યું કે તેઓ આગ્રાના લાલની શહાદતને સલામ કરે છે. મંત્રીએ કહ્યું કે આગ્રા મેટ્રો સ્ટેશનનું નામ શહીદના નામ પર રાખવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે.

કોંગ્રેસ,આપ, સમાજવાદી પાર્ટી સહિતના પાર્ટીઓએ આપી પ્રતિક્રિયા  

આ વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ઘટનાની ટીકા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા લખવામાં આવ્યું કંઈ તો શર્મ કરો ભાજપ વાળા... તો કોંગ્રેસે લખ્યું ગિદ્ધ. તે ઉપરાંત સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .