ભીની આંખે શહીદ પતિ MahipalSinhને પત્નીએ આપી અંતિમ વિદાય, સંતાનનું મોઢું જુએ તે પહેલા જ અનંતની યાત્રાએ નીકળ્યા શહીદ, જુઓ કરૂણ દ્રશ્યો  


  • Published By :
  • Published Date : 2023-08-07 14:16:33

દેશની તેમજ દેશવાસીઓની રક્ષા કરવા માટે સરદહ પર તૈનાત એ જવાન પોતાના જીવનું બલિદાન આપી દેશને આપેલા વચનને નિભાવવા માટે તત્પર હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રા નિકળી હતી. ભારે હૈયે લોકોએ તેમજ શહીદના પરિવારે તેમને ચીર વિદાય આપી હતી. જ્યારે શહીદની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે આખું અમદાવાદ જાણે રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મહિપાલસિંહની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે સૌથી કરૂણ દ્રશ્ય જે હોય  તે હતું તેમના ગર્ભવતી પત્નીનું રૂદન... મહિપાલસિંહના ગર્ભવતી પત્ની એમને અંતિમ સલામી દેવા માટે પહોંચ્યા એક તરફ મહિપાલ સિહ અમર રહોના નારા લાગી રહ્યા હતા બીજી બાજુ તેમના પત્ની હૈયાફાટ રુદન કરી રહ્યા હતાને પુષ્પ અર્પણ કરી રહ્યા હતા.

શહીદને અંતિમ વિદાય આપવા ઉમટ્યું માનવમહેરામણ

આપણા દિલમાં સૈનિકો માટે અલગ જ પ્રકારનું માન સન્માન હોય છે. જ્યારે આપણે વર્દીમાં આવેલા આર્મી મેનને જોઈએ ત્યારે આપણને તેમને સલામ આપવાનું મન થાય. દેશની રક્ષા કરતા કરતા જ્યારે કોઈ જવાન શહીદ થાય છે એ સમાચાર અનેક લોકોને દુખી કરી દેતા હોય છે. મા ભારતીની સેવા કરવા માટે તે કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવની આહુતી આપી દેતા હોય છે. ત્યારે ગઈકાલે શહીદ મહિપાલસિંહની અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળી હતી. શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન હાજર લોકોની આંખો ભીની હતી. ભારે હૈયે લોકએ તેમને વિદાય આપી હતી. 


ગર્ભવતી પત્નીએ ભારે હૈયે આપી પતિને વિદાય

પોતાના પરિવારના સભ્યને અંતિમ વિદાય આપવી દરેક માટે અઘરૂં હોય છે. ત્યારે ગઈકાલે સૌથી કરણદ્રશ્યો એ હતા જ્યારે શહીદના પત્ની તેમની પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડતા પતિ શહીદ મહિપાલસિંહને પુષ્પાજંલિ અર્પી અને છેલ્લી સલામી આપી હતી. અહીં સૌથી દુઃખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે. 


બાળક આવશે તેની ખુશી છે તો પતિને અલવિદા કહેવાનું ગમ 

ગઈ કાલે જ્યારે શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે રસ્તા પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. મહિપાલ સિંહની ઘરની અત્યારે કેટલી ગંભીર પરિસ્થિતિ હશે કે એક તરફ બાળક આવવાની ખુશી અને બીજી તરફ પતિના શહીદ થવાનું ગમ છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે. હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો.


સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહીપાલસિંહે દેશ માટે આપ્યું બલિદાન  

શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ માં ભોમની રક્ષા કાજે શહીદ થયા છે. ત્યારે એ દ્રશ્યો હજુ પણ કોઈના મગજથી ભુસાઈ શકે તેમ નથી. ત્યારે દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનાર દરેક વીર શહીદના ચરણોમાં કોટી કોટી વંદન. દેશના જવાન થઈ તેમણે પોતાની જવાબદારી નિભાવી ત્યારે દેશના સારા નાગરિક બની આપણે આપણી ફરજ બજાવીએ. શહીદના બલિદાનને યાદ કરીએ અને કાયદો ભંગ કરતા પહેલા તેમણે આપણા માટે બલિદાન વિશે વિચારીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.