શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ અર્પવા માનવ મહેરામણ ઉમટ્યું, 'ભારત માતા કી જય' અને 'શહીદ જવાન અમર રહો'ના લાગ્યા નારા


  • Published By :
  • Published Date : 2023-08-06 19:37:06

જમ્મુ કાશ્મીરના કુલગામમાં શહીદ થયેલા અમદાવાદના મહિપાલસિંહ પ્રવિણ સિંહ વાળાના પાર્થિવ દેહનો આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. આજે શહીદ સૈનિક મહિપાલ સિંહની અંતિમ યાત્રા અમદાવાદના ઓઢવ વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળીને વિરાટનગર વોર્ડના લીલાનગર સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં સંપુર્ણ રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. મહિપાલસિંહના નિવાસ સ્થાને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોડ ઉપર બેનરો લગાવવામાં આવ્યાં હતા. શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રામાં શહીદ જવાન અમર રહોના નારા લાગ્યા હતા. વેપારીઓ દ્વારા પણ વિરાટનગરમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. શહીદના નિવાસસ્થાન બહાર બંને તરફ એક કિમી સુધી લોકોની ભીડ જોવા મળી હતી.


CM ભૂપેન્દ્ર પટેલે શ્રધ્ધાંજલિ પાઠવી 


શહીદ મહિપાલસિંહ વાળાના પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ  શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ શહિદ મહિપાલસિંહને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ જવાનને અંતિમ વિદાઈ આપી હતી.


પરિવાર શોકમગ્ન, પત્ની હોસ્પિટલમાં દાખલ


મહિપાલસિંહ વાળાના પત્ની ગર્ભવતી હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા પણ સંતાનનો ચહેરો જુએ તે પહેલા જ તેઓ દેશ માટે શહીદ થઈ ગયા. મહિપાલસિંહ શહીદ થયાના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પતિ શહીદ થયાના સમાચાર સાંભળતા પત્નીની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મહિપાલસિંહનાં પરિવારજનમાં તેમની પત્ની, માતા, મોટાભાઈ અને બે બહેનો છે.


દેશ માટે શહીદ થયા મહિપાલસિંહ


મહિપાલસિંહ વાળા 8 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. શહીદ જવાન મહિપાલસિંહ વાળા વર્ષ 2016ની આસપાસ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. ધોરણ 12 પાસ કર્યા તેઓ સેનામાં જોડાયા હતા અને મધ્ય પ્રદેશના જબલપુર ખાતે તેઓએ એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેમનું ગુવાહાટીમાં પોસ્ટીંગ થયું હતુ. જો કે થોડા વર્ષે સુધી ફરજ બજાવ્યા બાદ તેમનું ચંદીગઢમાં પોસ્ટીંગ થયું હતુ. જે બાદ ચંદીગઢથી 6 મહિના પહેલા જમ્મુ કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી. 34 રાષ્ટ્રીય રાઇફલમાં પણ તેઓનું પોસ્ટીંગ થયું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે