ડીસાના ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18 લોકોના મોત, મધ્યપ્રદેશથી આવ્યા હતા શ્રમિકો


  • Published By : Admin
  • Published Date : 2025-04-01 15:25:49

રાજ્યમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને ત્યારે સવાલ થાય કે આગ લાગી એ ફેક્ટરી કે જગ્યા કાયદેસર હતી. એની પાસે ડોક્યુમેન્ટ હતા કે કેમ પણ સવાલો પછી જવાબો મળતા નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી અને અનેક લોકો એ આગમાં ભડથુ થઈ ગયા. ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું. 

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 18 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મજુરી કામ માટે ગુજરાત આવ્યા હતા. ફટકડા બનાવવાનું કામ કરતા હતા એમને ક્યાં ખબર હતી કે અહીંયા જિંદગી આસાન કરવા નહીં પણ જિંદગીને હોમવા આવી રહ્યાં છે. ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. હાલ તો મૃતકોની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે. 

જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ફટકડા બનાવવાની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને બાજુમાં આવેલુ ગોડાઉન ધરાશાયી થઈ ગયું. ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયેલો હતો. અને મજુરોના માનવ અંગો પણ દુર સુધી ફેંકાયા હતા. 

દીપક ટ્રેડર્સ  નામની જે કંપનીમાં આ દુર્ઘટના બની તે કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે. જે ફટાકડાનો હોલસેલનો વેપારી છે. અત્યાર સુધી એ પોતે તમિલનાડુના શિવકાશીની ફટાકડાની ફેક્ટરીઓમાંથી ફટાકડા લાવતો હતો અને અહીંયા વેચાણ કરતો હતો. હવે પોતે ડીસામાં ફટાકડા બનાવવાનું શરુ કર્યું. અને કંપનીના માલિકે માત્ર ફટાકડા વેંચવાની મંજૂરી જ મેળવી હતી. તેની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હાલ તો તપાસ કરી રહ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .