નવરાત્રીના બીજા દિવસે થાય છે માતા બ્રહ્મચારિણીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-23 09:12:09

આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજી સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્મચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણી એક હાથમાં કમંડળ ધારણ કરે  છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 

Online Maa Brahmacharini Puja in Navratri l Online Temple


માતાજી શા માટે કહેવાયા બ્રહ્મચારિણી  

શંકર ભગવાનને માતાજી પતિ તરીકે પામી શકે તે માટે નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું. નારદજીના આ વચન સાંભળ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા હજારો વર્ષ સુધી તપ કર્યું હતું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરી અને પછીના અનેકો વર્ષ માત્ર સુકાયેલા બીલીપત્ર ખાઈને તપ કર્યું હતું. તપ કરવાને કારણે તેમને બ્રહ્મચારિણી માતા કહેવામાં આવે છે. 

આ મંત્રથી કરવી જોઈએ મા બ્રહ્મચારિણીની પૂજા

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્ર ન થાય તો  'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચાર તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

onlineजिंदगी | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी  ये रुलाये | Page 12


બીજા દિવસે નૈવેદ્ય શું કરવું જોઈએ અર્પણ?

નવરાત્રીના દિવસો દરમિયાન માતા સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે  નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકાર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.