માતા કુષ્માંડાની થાય છે નવરાત્રીના ચોથા દિવસે આરાધના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ આરાધના અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 12:54:25

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડાને નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે.. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બહ્માંડની રચના કુષ્માંડા માતા દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે... 


કેવું છે માતા કુષ્માંડાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે જ્યારે ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે.. માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને આઠ ભુજાઓ છે. પોતાના હાથમાં માતાજી વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે.. માતા કુષ્માંડાએ પોતાના હાથમાં કમળ, ગદા, કમંડળ, ધનુષ, બાણ, ચક્ર, તેમજ અમૃત કળશ ધારણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ કરી હતી. 


કયા મંત્રનો કરવો જોઈએ જાપ? 

નવરાત્રી દરમિયાન માતાજીના મંત્રોનું જો પાઠ કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતા પાઠનું ફળ અનેક ઘણું મળતું હોય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને જો આ શક્ય નથી તો માતા કુષ્માંડાને સમર્પિત મંત્રનો જાપ કરવો જોઈએ... આ મંત્રથી કરવી જોઈએ માતા કુષ્માંડની આરાધના - 


सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च |

हस्तापद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे||


અર્થાત - જે માતાએ પોતાના હાથમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીએ છીએ, માતા કુષ્માંડાની આરાધના કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ઉપરાંત મુશ્કેલીઓનો પણ અંત આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ચોથા દિવસે માલપુઆનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાજીને પીળા રંગના પુષ્પ વધારે પ્રિય છે.. ત્યારે માતાજીની કૃપા તમામ પર વરસતી રહે તેવી આશા...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.