નવરાત્રીના ચોથા દિવસે થાય છે માતા કુષ્માંડાની પૂજા, જાણો કયું નૈવેદ્ય અને મંત્રથી કરવી જોઈએ આરાધના.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-25 10:50:12

નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડા માતા દુર્ગાનું ચોથું સ્વરુપ છે. શાસ્ત્રો પ્રમાણે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. વાઘ મા કુષ્માંડાનું વાહન છે. માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે, જેમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. માએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, માળા, ગદા, ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. કુષ્માંડા દેવીની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા-

નવરાત્રી દરમિયાન કરેલા પાઠોનું વિશેષ ફળ મળતું હોય છે. દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જાપ કરવાથી મા પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર -   


सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥


અર્થાત - જે માતાએ પોતાના હાથોમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીયે છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. તેમજ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.

મેંદાના માલપુઆ બનાવવાની રીત » Rasoiniduniya

કયું નૈવેદ્ય કરવો અર્પણ 

માતાજીને પ્રિય એવી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અલગ-અલગ દિવસે વિવિધ ભોગ માતાને અર્પણ કરવામાં આવે છે. જેથી માતા જલ્દી  પ્રસન્ન થાય છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માલપુઆનો ભોગ લગાવવામાં આવે છે. માતાજીને લાલ ચૂંદડી, લાલ સાડી. લાલ બિંદી તેમજ લાલ બંગડી અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય છે. માતા કુષ્માંડાને પીળું કમળ વધારે પસંદ હોય છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.