તમામ સિદ્ધિઓને આપનારી છે માતા સિદ્ધિદાત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 07:52:02

નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને માતા દુર્ગાનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. માતાજી કમળ પર બિરાજમાન થયા છે. તેમની ચાર ભૂજાઓએ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં શંખ અને એક હાથમાં ચક્ર ધારણ કર્યું છે. 

Siddhidatri Devi ( Navratri 9th Day Goddess): Story, Beej Jaap Mantra &  It's Benefits - Rudra Centre


કેવું છે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ 

માતા પાર્વતીને જ સિદ્ધિદાત્રી માનવામાં આવશે. એમની પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ, રોગ અને ભયનો નાશ થાય છે. દેવી ભાગવત અનુસાર માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. સિદ્ધિદાત્રીની પાસે 8 સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ રહેલી છે. માતાજીની ઉપાસના કરવાથી સાધકને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર આદિશક્તિ કોઈ રૂપ ધરાવતા ન હતા.જેથી મહાદેવના અડઘા અંગથી માતાજી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ થયા હતા. જેથી જ ભગવાન શંકર અર્ધનારીશ્વર સ્વરૂપે દર્શાવ્યા હતા

માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी

નવરાત્રિ દરમિયાન મંત્ર જાપનો વિશેષ મહિમા રહેલો હયો છે. આ મંત્રનો જાપ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .