Mathura : Yamuna Express પર સર્જાયો ગંભીર અકસ્માત, બસ અને ગાડી વચ્ચે થઈ ટક્કર, થયા આટલા લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 12:21:05

અકસ્માત આ શબ્દ સાંભળવો જાણે સામાન્ય બની ગયો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત એવા ભયંકર અકસ્માત સર્જાય છે કે મૃતદેહ પણ ઘરે નથી આવતા. અનેક અકસ્માત એવા હોય છે જેમાં અકસ્માત બાદ આગ લાગી જતી હોય છે અને લોકો બળીને ભથ્થું થઈ જતા હોય છે. ત્યારે આવો એક અકસ્માત ઉત્તર પ્રદેશમાં સર્જાયો છે. બસ અને ગાડીમાં ટક્કર થયા બાદ આગ લાગી અને પાંચ જેટલા લોકોના મોત થઈ ગયા.

બસ અનિયંત્રિત થઈ ગઈ અને અથડાઈ ગઈ ડિવાઈડર સાથે.....  

પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. લોકોના મોત અકસ્માતમાં થઈ રહ્યા છે. એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ઘરેથી નીકળ્યા બાદ એવો ડર લાગે છે કે ઘરે પાછા આવીશું કે નહીં? ત્યારે એક ભયંકર અકસ્માત ઉત્તરપ્રદેશમાં સર્જાયો છે. મથુરાના થાના મહાવન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર એક ડબલ ડેકર સ્લિંપિંગ બસ અનિયંત્રિત થઈ ગઈ. અનિયંત્રિત થતા તે ડિવાઈડરથી અથડાઈ ગઈ અને ત્યારે પાછળથી આવી રહેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ. ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી અને પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.  


કારમાં સવાર પાંચ લોકોના થયા મોત! 

આ ઘટના બાદ બસ અને કારમાં આગ લાગી હતી જેને લઈ ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. બસમાં સવાર અનેક લોકોને બહાર નીકળવામાં સફળતા મળી પરંતુ  ગાડીમાં બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો તેવી માહિતી સામે આવી છે. કારની અંદર બેઠેલા લોકો બળીને ખાખ થઈ ગયા. બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ભયંકર વધારો થઈ રહ્યો છે. અકસ્માતો ક્યારે ઘટશે તે એક પ્રશ્ન છે...  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.