Mathura : કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ મામલે Supreme Courtએ કહી આ વાત, જાણો અલ્હાબાદ હાઈકોર્ટના કયા આદેશ પર લગાવ્યો સ્ટે?


  • Published By :
  • Published Date : 2024-01-16 14:58:53

એક તરફ અયોધ્યામાં રામ મંદિરને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે જેમાં કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સવાલ પૂછ્યો કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી હાઈકોર્ટે કેસને પોતાની પાસે કેવી રીતે ટ્રાન્સફર કર્યો?

હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ મુસ્લિમ પક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ નિર્ણયને કારણે હિંદુ પક્ષને મોટો ઝટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષની દલીલો પર પણ સવાલ ઉઠાવ્યા છે. હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તમને શું જોઈએ છે.  આ અંગેની સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.